Home ગુજરાત વડોદરા રેલવે સ્ટેશન પર સરપ્રાઇઝ ચેકીંગ દરમિયાન બેગમાંથી 18 કિલોથી વધુનો ગાંજો...

વડોદરા રેલવે સ્ટેશન પર સરપ્રાઇઝ ચેકીંગ દરમિયાન બેગમાંથી 18 કિલોથી વધુનો ગાંજો મળી આવ્યો

6
0

(જી.એન.એસ) તા. 15

વડોદરા,

નશાનો ગેરકાયદેસર કારોબાર પર લગામ લગાવ માટે ગુજરાત પોલીસને મળી વધુ એક મોટી સફળતા, વડોદરા રેલવે સ્ટેશન પર સરપ્રાઇઝ ચેકીંગ દરમિયાન બેગ સાથે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેને પુછતા બેગમાં હોવાનું તેણે જણાવ્યું હતું. આખરે આ મામલે શખ્સની અટકાયત કરી જડતી કરવામાં આવી હતી. જેમાં 18 કિલોથી વધુનો ગાંજો મળી આવ્યો છે. જેના આધારે રેલવે પોલીસે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે બાદ પોલીસ એલર્ટ થઇ ગઇ હતી. આ શખ્સની જડતી તથા તેની ઓળખ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. શખ્સનું નામ બિશીકેશ લૌચન્દ્ર બેહેરેઘરાઇ (રહે. કંઘમાલ, ઓડીસા) હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી વ્યવસ્થિત રીતે પેક કરેલો 18 કિલોથી વધુનો ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજાની કિંમત રૂ. 1.81 લાખ આંકવામાં આવી રહી છે. આરોપી સામે એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીની પ્રાથમિક પુછપરછમાં તેણે ગાંજાનો આ જથ્થો સુરતના માલીયાવાડ વિસ્તારમાં છુટ્ટક વેચાણ માટે લઇ જવાનો હતો. પરંતુ સુરત રેલવે સ્ટેશન પર પોલીસનું ચેકીંગ ચાલતુ હોવાથી તે વડોદરા આવી ગયો હતો. આખરે સમગ્ર મામલે વડોદરા રેલવે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વડોદરાના રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, તાજેતરમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાથી ટ્રેન મારફતે માદક પદાર્થો, હથિયારો તથા અન્યની હેરાફેરી ના થાય તે માટે વિશેષ સુચનાઓ આપવામાં આવેલી છે. જેના અનુસંધાને રેલવે PSI તથા અન્ય સ્ટાફ રેલવે પોલીસ સ્ટેશન ઉપર સરપ્રાઇઝ ચેકીંગમાં હતો. તે દરમિયાન પ્લેટફોર્મ નં – 2 ના થાંભલા પાસે એક શખ્સ બાંકડા પર બેઠો હતો. અને તેની પાસે ગ્રે કલરની એક બેગ હતી. આ શખ્સની શંકાસ્પદ હીલચાલ જણાતા પોલીસ જવાનો તેની પાસે પહોંચ્યા હતા. અને ટ્રોલી બેગમાં શું છે તેવુ પુછ્યું હતું. શખ્સે બેગમાં ગાંજો હોવાનું જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field