Home ગુજરાત વડોદરા પાસે આવેલા ખટંબાના 35 ફૂટ ઊંડા તળાવમાં કાર ખાબકી

વડોદરા પાસે આવેલા ખટંબાના 35 ફૂટ ઊંડા તળાવમાં કાર ખાબકી

12
0

કાર ચાલક અકસ્માતની સાથે જ બહાર નીકળીને ફરાર થઈ ગયો

(જી.એન.એસ)

વડોદરા,તા.૧૮

વડોદરા પાસે આવેલા ખટંબાના 35 ફૂટ ઊંડા તળાવમાં કાર ખાબકતા સનસનાટી મચી ગઇ છે. આ મારૂતી અર્ટિંગા કારમાં 4 જેટલા વિદેશી યુવાનો હોવાનું અનુમાન છે. NDRFના સ્કુબા દ્વારા આ કારની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં છે. ક્રેન મંગાવવામાં આવી હતી અને ક્રેન દ્વારા કારને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે, વહેલી સવારે ચાર વાગ્યે ઘટના બની હોવાનું કહેવાય છે. ક્રેન દ્વારા કાર ખેંચીને બહાર કિનારા સુધી લાવવાની સાથે જ ક્રેનનું દોરડું તૂટી જતાં કાર એકવાર તળાવમાં ગરકાવ થઈ ગઈ હતી. ત્યારબાદ ફરી એકવાર કારને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરાયા હતા. જેમાં કાર બહાર કાઢી લેવામાં આવી છે. જોકે, કારમાં કોઈ ન હોવાનું સામે આવ્યું છે. વરણામા પોલીસ સ્ટેશનના પીઆઇ એલ. બી. તડવીએ જણાવ્યું હતું કે, કાર બહાર કાઢી લેવામાં આવી છે, પરંતુ કારમાંથી કોઈ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો નથી. કારના નંબર ઉપરથી કારની માલિકીની તપાસ કરવામાં આવશે, તે બાદ કાર કોણ ચલાવતું હતું. કારમાં કોઈ વ્યક્તિ હતો, ક્યાંનો રહેવાસી હતો અને શું કામ-ધંધો કરતો હતો, તે અંગેની વિગતો બહાર આવશે. જોકે, તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કારમાં એક જ વ્યક્તિ હોઈ શકે છે અને તે કાર અકસ્માતની સાથે જ બહાર નીકળીને ફરાર થઈ ગયો હોવાની પણ શક્યતાઓને નકારી શકાય તેમ નથી. જોકે, પોલીસ તંત્ર વિવિધ એંગલો ઉપર તપાસ કરી રહી છે. આ ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આજે સવારે ખટંબા તળાવ પાસેથી પાસેથી ચાર જેટલા વિદેશી યુવાનો સાથેની કાર તળાવમાં ખાબકી હતી. જેને પગલે કારમાં બેઠેલા યુવાનો લાપતા બન્યા છે. આ કાર એટલી સ્પીડમાં હતી કે, ફેન્સિગ તોડીને તળાવમાં ખાબકી હતી. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. જોકે તળાવ ઊંડું હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા NDRFની ટીમ બોલાવવી પડી હતી. NDRF દ્વારા એક સ્કુબાને તળાવમાં ઉતારી કાર શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ કારમાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ સવાર હતા. જે તમામ હાલ લાપતા છે. ઘટનાની જાણ થતા વિસ્તારમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તળાવની તૂટેલી ફેન્સિગ પાસે કારનો ટુકડો મળી આવ્યો છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા કારનું લોકેશન મેળવવામાં સફળતા મળી છે. પરંતુ ત્યાં સુધી હુક પહોંચાડી તેને બહાર કાઢવામાં જોઇએ તેટલી જલદી સફળતા મળી નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિશ્વની સૌથી મોંઘી કાર, જેની કિંમતમાં આવી શકે છે 513 ફોર્ચ્યુનર
Next articleવડોદરાના મૈનાંક પટેલની અમેરિકાના નોર્થ કેરોલિનામાં ગોળી મારી હત્યા