આગામી 31 ડિસેમ્બરના રોજ દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, વરણામા પોલીસે ફાજલપુર ગામમાં આવેલા ગોડાઉન ભાડે રાખીને મુકવામાં આવેલો ભારતીય બનાવટનો રૂપિયા 13.21 લાખનો દારૂ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 25.82 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. દારુનું કટીંગ ચાલી રહ્યું હતું તે જ સમયે પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી. આ દારૂનો જથ્થો સ્ટીલ ફર્નિચરના બોક્સની આડવામાં બંધ બોડીના કેન્ટેનરમાં રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવમાં 2 આરોપીની સ્થળ પરથી ધરપકડ કરી છે.
જ્યારે વડોદરાના બે બુટલેગરો સહિત 8ને વોન્ટેડ જાહેર કરીને તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. મળેલી માહિતી પ્રમાણે વરણામા પોલીસ મથકના પી.એસ.આઇ. બી.એન. ગોહિલને ફાજલપુર કેનાલ પાસેના ગોડાઉનમાં દારુનો જથ્થો ઉતર્યો હોવાની માહિતી મળી હતી. સાથે એવી પણ માહિતી મળી હતી કે, હાલ ત્યાં નાના-મોટા બુટલેગરોના કેરીયરો દારુનો જથ્થો લેવા માટે આવ્યા છે. જે માહિતીના આધારે સ્ટાફના પી.એસ.આઇ. કે.ડી. ભરવાડ તેમજ સંતોષ પાઠક, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ, સંજયભાઇ, અર્જુન રબારી સહિતના સ્ટાફની મદદ લઇ ફાજલપુર ગામ ખાતે આવેલા બોડી હાર્ડ ચેમ નામના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો.
પોલીસે બોડી હાર્ડ ચેમ નામના ગોડાઉનમાંથી રૂપિયા 13,21,980 ની કિંમતનો ભારતીય બનાવટના દારુની 100થી વધુ પેટીઓ કબજે કરી હતી. આ ઉપરાંત દારૂનો જથ્થો લેવા માટે કેન્ટેનર, ટેમ્પો સહિત 3 વાહનો, સ્ટીલ ફર્નિચરના 10 બોક્ષ સહિત કુલ રૂપિયા 25,82,480નો મુદ્દામાલ કબજે કર્યા હતો. તે સાથે પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો લઈને રાજસ્થાનથી આવેલા વિજયસિંગ ગોકુલ પ્રજાપતિ (રહે. સરગંડી,ઉત્તરપ્રદેશ) તથા ક્લિનર મલખાણ શ્યામલાલ પ્રજાપતિ (રહે. સીનાવન, ઉત્તરપ્રદેશ) ને ઝડપી પાડ્યા હતા.
જ્યારે દિનેશ છગનલાલ રાજપુરોહિત (રહે. 12, કોલાયત, રાજસ્થાન), અનિલ (રહે. રાજસ્થાન), નિલેશ ઉર્ફ નિલુ હરેશ નાથાણી સિંધી (રહે. વડોદરા), વિજયસિંહ ચંપકસિંહ રાણા (રહે. માંજલપુર, વડોદરા) ઓમપ્રકાશ હુકારામ મારવાડી અને રમેશ મારવાડીને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. મળેલી માહિતી પ્રમાણે આ દારૂનો જથ્થો રાજસ્થાનથી મંગાવવામાં આવ્યો હતો અને ફતેપુરા ગામ પાસેના બોડી હાર્ડ ચેમ નામનું ગોડાઉન ભાડે રાખીને મુકવામાં આવ્યો હતો.
અને આ ગોડાઉન ઉપરથી વડોદરા સહિત આસપાસના નાના-મોટા બુટલેગરોને વેચાણ કરવામાં આવી રહ્યો હતો. દારુનો જથ્થો લેવા માટે આસપાસના નાના-મોટા બુટલેગરો વિવિધ વાહનો લઇને દારુનો જથ્થો લેવા માટે આવી પહોંચ્યા હતા. દારુનું કટીંગ થઇ રહ્યું હતું તેજ સમયે વરણામા પોલીસની ટીમ ત્રાટકી હતી. અને દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે, પોલીસને સ્થળ પરથી માત્ર બંધ બોડીના કેન્ટેનરમાં સ્ટીલ ફર્નિચરના બોક્ષની આડમાં દારૂ લઇને આવેલા કન્ટેનર ચાલક અને ક્લિનરને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
જ્યારે દારુનો જથ્થો લેવા માટે વિવિધ વાહનો લઇને આવેલા કેરીયરો-બુટલેગરો પોતાના વાહનો સ્થળ પર મૂકી ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા. વડોદરાના કુખ્યાત બુટલેગર નિલેશ ઉર્ફ નીલુ નાથાણી (સિંધી)એ પોર પાસે આવેલા ફાજલપુર ખાતે બોડી હાર્ડ ચેમનું ગોડાઉન ભાડે રાખી દારૂનો જથ્થો રાજસ્થાનથી મંગાવ્યો હતો. અને ગોડાઉનમાં મૂક્યો હતો. અને ગોડાઉન ઉપરથી તેઓના સાગરીતો દ્વારા કટીંગ કરવામાં આવી રહ્યો હતો. જોકે, પોલીસે દરોડો પાડતાજ બુટલેગરોમાં નાસભાગ મચી ગઇ હતી.
પોલીસે સ્થળ પરથી રૂપિયા 25.82 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસ મથકે લઇ ગઇ હતી. વરણામા પોલીસ મથકનું કમ્પાઉન્ડ દારુની 100 ઉપરાંત પેટીઓથી ભરાઇ ગયું હતું. પોર પાસેના ફાજલપુર ખાતેથી દારૂનું ગોડાઉન ઝડપાતા બુટલેગરોમાં ફફાડાટ વ્યાપી ગયો હતો.
વરણામા પોલીસે ફરાર થઈ ગયેલા બુટલેગરો તેમજ ગોડાઉન ભાડે રાખી દારૂનું વેચાણ કરનાર બુટલેગર સહિત 8 બુટલેગરો સામે વરણામા પોલીસ મથકમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.