(જી.એન.એસ) તા. 16
વડોદરા,
ફરી એક વાર વડોદરા જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે જેમાં, બાતમીના આધારે વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા એલ ટ્રકમાં વડોદરા તરફ લવાતો રૂ. 23. 76 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. કરજણ – વડોદરા હાઇવે વલણ ગામ પાસે ઝડપાયેલા દારૂ સાથે પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂ દિલ્હી ના ઠેકેદારે 495 પેટી દારૂ ભરેલો ટ્રક સુરત પાસેથી મોકલાવ્યો હોવાનું પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં જાણવા મળ્યું છે.
વડોદરા જિલ્લા એલસીબી દ્વારા કરજણ – વડોદરા હાઇવે ઉપર વલણ ગામ પાસેથી ઝડપાયેલા 495 પેટી દારૂ ભરેલા ઝડપાયેલા ટ્રક અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, તાજેતરમાં પી.એસ.આઇ. પી. કે. ભુત તથા સ્ટાફના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ગજાભાઇ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિહ હાઇવે ઉપર પેટ્રોલિંગમા હતા તે દરમિયાન તેઓને બાતમી મળી કે, રાજસ્થાન પાસિંગનો એક આઇશર ટ્રક વલણ ગામ પાસે શંકાસ્પદ હાલતમાં ઉભો છે. જે બાદ તુરંત એલસીબીની ટીમના જવાનો બાતમીવાળા સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં એક ટ્રક ઉભો હતો. અને તેમાં ટેમ્પો ચાલક પણ મળી આવ્યો હતો. તે સ્થળ પર પહોંચેલી પોલીસે ટ્રક ચાલકને અંદર પડેલી ચીજ વસ્તુઓ અંગે પૂછપરછ કરતાં તેણે ગલ્લા-તલ્લા શરૂ કર્યા હતા. બાદમાં પોલીસે કડકાઇ દાખવતા ટ્રકમાં દારૂ હોવાની કબુલાત કરી હતી. દરમિયાન પોલીસે તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ નરેન્દ્ર શ્યામલાલ ગુજ્જર ( રહે. પરસરામપુરા, જિલ્લો, જઉજંરઉ ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રક ચાલકને સાથે રાખીને ટ્રકમાં ચેકિંગ કરતાં તેમાંથી 495 પેટી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ.પિયા 23.76 લાખની કિંમતનો દારૂ, રૂ. 20 લાખની કિંમતનો ટ્રક અને એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. 43. 81 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તે સાથે ટ્રક ચાલક નરેન્દ્ર ગુજ્જરની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓ દ્વારા ટ્રક ચાલક નરેન્દ્ર ગુજ્જરની કડકાઇ પૂર્વક પુછપરછ કરતા ચાલકે જણાવ્યું હતું કે, દારૂ ભરેલો ટેમ્પો સુરત પાસેથી લીધો હતો. સુરત પાસે દારૂ ભરેલો ટેમ્પો હોવાની માહિતી દિલ્હીના પ્રદિપે વોટ્સએપ કોલ કરીને આપી હતી. સાથે તેણે વડોદરા પહોંચી વોટ્સએપ કોલ કરવા માટે જણાવ્યું હતું.
આ બાબતે પોલીસ તપાસમાં દારૂના જથ્થા સાથે ઝડપાયેલો નરેન્દ્ર ગુજ્જરને વર્ષ 2022 માં એક્સપ્રેસ વે ઉપરથી દારૂ સાથે ઝડપાયો હતો. જે મામલે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. તે બાદ કરજણ વલણ ગામ પાસેથી 495 પેટી દારૂ વડોદરા લાવતા ઝડપાયો છે. એલસીબીએ આરોપી સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.