Home ગુજરાત વડોદરા જિલ્લામાં ઇ-સરકારની કામગીરીમાં રાજ્યમાં ૪થા સ્થાને

વડોદરા જિલ્લામાં ઇ-સરકારની કામગીરીમાં રાજ્યમાં ૪થા સ્થાને

5
0

(જી.એન.એસ) તા.૩૦

વડોદરા,

કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયાના અભિયાનના અનુસંધાનમાં ઇ-સરકારના મોડયુલનો અમલ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર કરી રહ્યો છે અને રાજ્યમાં અગ્રસ્થાને ઉભરી રહ્યો છે. કલેક્ટર કચેરી, પ્રાંત અને મામલતદાર કચેરીમાં ઇ-સરકારનો અમલ કરી સમગ્ર પત્ર વ્યવહાર ડિજિટલ કરવામાં આવ્યો છે. વડોદરા કલેક્ટર કચેરી દ્વારા તા. ૨૬ની સ્થિતિએ ૪૫૧૮૭ ઇ-ટપાલ અને ૨૧૦૬ ઇ-ફાઇલ ક્રિએટ કરવામાં આવે છે. આ બન્ને મળીને આમ ઇ-સરકારમાં કુલ ૪૭૨૯૩ ફાઇલ અને ઇ-ટપાલની કામગીરી થઇ છે. પ્રાંત કચેરીમાં ડભોઇમાં ૨૨૪૦, વડોદરા ગ્રામ્ય ૧૫૬૨, વડોદરા શહેરમાં ૧૫૫૬, કરજણમાં ૨૨૧૬ અને સાવલી પ્રાંતમાં ૩૪૫૯ ઇ-ટપાલ અને ઇ-ફાઇલની કામગીરી થઇ છે.  મામલતદાર કચેરીમાં શીનોરમાં ૧૭૬૫, પાદરામાં ૨૦૩૭, ડભોઇમાં ૩૧૭૦, વાધોડિયામાં ૧૪૦૨, કરજણમાં ૧૯૦૧, ડેસરમાં ૨૨૦૩, સાવલીમાં ૨૩૯૧, વડોદરા ગ્રામ્યમાં ૩૧૦૧, વડોદરા સાઉથમાં ૭૩૪, વડોદરા વેસ્ટમાં ૧૨૯૨, વડોદરા ઇસ્ટમાં ૯૩૫ તથા વડોદરા નોર્થમાં ૮૩૦ ઇ-ટપાલ અને ઇ-ફાઇલ ક્રિએટ કરવામાં આવી છે. રાજ્યની તમામ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓના એકાઉન્ટ તેમાં ખોલવામાં આવ્યા છે. અન્ય જિલ્લાની તુલનામાં વડોદરા જિલ્લાની કામગીરી નોંધપાત્ર છે. ઇ-સરકારની કામગીરીમાં વડોદરા ચોથા ક્રમે છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૬૧૫૦૦ ઇ-ટપાલ અને ઇ-ફાઇલ સાથે કચ્છ પ્રથમ, ૪૯૨૪૯ સાથે અમદાવાદ દ્વિતીય, ૪૮૩૭૧ સાથે ભાવનગર તૃતીય સ્થાને છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં જયંતિ સરધારાને ખોડલધામ અને સરદારધામને બદનામ કરવા અપાઈ સોપારીઃ બાંભણીયા
Next articleસુરતમાં 29 વર્ષના મહિલા અને 45 વર્ષના આધેડનું અચાનક બેભાન થતા મોત