(જી.એન.એસ) તા. 14
વડોદરા,
શહેર અને ગ્રામ્ય પોલીસની કામગીરીનો વધુ એક વખાણલાયક કિસ્સો, વડોદરાની ગ્રામ એલસીબી પોલીસની ટીમ દ્વારા વરણામાં પોલીસ મથકમાં ટીમો પેટ્રોલીંગ કરી રહી હતી. તેવામાં હેડ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી હતી કે, એક ટેમ્પામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સુરતથી વડોદરા તરફ આવી આગળ જનાર છે. આ ટેમ્પો હાલ કરજણથી વડોદરા તરફ આવતા ટ્રેક પર છે. જે બાદ એલસીબીની ટીમો એક્શનમાં આવી હતી. અને ટેમ્પો પકડી પાડવા માટે વોચ ગોઠવી હતી.
ત્યારેજ મળેલ બામતીથી સામ્યતા ધરાવતો ટેમ્પો મળી આવતા પોલીસ અધિકારીઓએ તેને રોકી, કોર્ડન કરીને રોડ સાઇડમાં કરવામાં આવ્યો હતો. આ ટેમ્પામાં માત્ર ચાલક મળી આવ્યો હતો. તેની ઓળખ તેણે ગીન્દરસિંગ નછત્તરસિંગ મજબીશખ (રહે. નીધાનવાલા, તા.જી. મોગા, કલાતણા-પંજાબ) હોવાનું જણાવ્યું હતું. પકડાયેલા ટેમ્પાની પાછળના કેબીનમાં તપાસ કરતા તેમાં તાડપતરી નીચે પેટીઓ મુકવામાં આવી હોવાનું જણાતું હતું. તાડપતરી હટાવતા વિદેશી દારૂની કુલ 240 પેટીઓ મળી આવી હતી. વડોદરા ગ્રામ્ય એલસીબીની કાર્યવાહીમાં રૂ. 11.52 લાખનો દારૂ તથા મોબાઇલ અને ટેમ્પો મળી કુલ રૂ. 21.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ટેમ્પો રોકયા બાદ પોલીસ અધિકારીઓ દ્વારાડ્રાઇવરની કડકાઇ પૂર્વક પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, તેણે વિદેશી દારૂ અંબાલાના લાલા નામના શખ્સે, અંબાલા-ચંદીગઢ રોડ પરથી અપાવ્યો હતો. આ દારૂ ભરેલો ટેમ્પો વડોદરા નજીક લાવીને ફોન કરવા માટે જણાવ્યું હતું. આ મામલે વિદેશી દારૂ સાથે ઝડપાયેલ ગીન્દરસિંગ નછત્તરસિંગ મજબીશખ (રહે. નીધાનવાલા, તા.જી. મોગા, કલાતણા-પંજાબ) અને સપ્લાયર સામે વરણામાં પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.