Home ગુજરાત વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા રૂ. 33 લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી...

વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા રૂ. 33 લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

9
0

(જી.એન.એસ) તા. 11

વડોદરા,

વડોદરા શહેર અને જિલ્લા પોલીસ ફૂલ એક્શનમાં કામ કરી રહી છે તેનો વધુ એક પુરાવો મળ્યો છે. આ ઘટનાની વાત કરીએ તો ગ્રામ્ય એલસીબી દ્વારા જરોદ પોલીસ મથકની હદમાંથી રૂ. 33 લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ મામલે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા ગ્રામ્ય એલસીબી ની ટીમ દ્વારા પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા માટે સઘન વોચ રાખવામાં આવતી હોય છે. તેવામાં તાજેતરમાં રાત્રી દરમિયાન એલસીબીની ટીમ ડભોઇ ડિવીઝનના પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ત્રણ હેડ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી હતી. જેમાં જાણવા મળ્યું કે, એક ટેન્કરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીનો ગોધરાથી વડોદરા આવતા ટ્રેક પર લાવવામાં આવી રહ્યો છે. જેના આધારે એલસીબીની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી તે દરમિયાન બાતમીથી મળતી આવતું ટેન્કર દેખાતા તેને સાઇડ પર લેવડાવવામાં આવ્યું હતું. તેમાં કેબીનમાં તપાસ કરતા એકમાત્ર ડ્રાઇવર મળી આવ્યો હતો. તેણે તેનું નામ દિલબાગસિંહ હરદીપસિંહ ભટ્ટી (સરદાર) (રહે. રાણીયા રોડ, ઝંડીવાળી ગલી, હરીયાણા) હોવાનું જણાવ્યું હતું. બાદમાં ટેન્કરનું ઢાંકણું ખોલીને તેમાં તપાસ કરવામાં આવી હતી. તેમાંથી દારૂનો મોટો જથ્થો હોવાનું દેખાયું હતું. જેને બહાર કાઢવા માટે પાટીયુ મુકીને લસરપટ્ટી જેવું બનાવ્યું હતું. જેના પરથી સરકાવીને પેટીઓ બહાર કાઢવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કાર્યવાહીમાં ગ્રામ્ય એલસીબીએ રૂ. 33.36 લાખના દારૂ સહિત રૂ. 43.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

એલસીબી ની ટીમ દ્વારા ટેન્કર ને ઊભું રાખી ડ્રાઇવરની સઘન પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, હરીયાણાના રોહતકથી રવાડી તરફ જવાના હાઇવે પર જજર ખાતેથી આ ટેન્કર તેને આપ્યું હતું. જેમાં વડોદરા ગોલ્ડન ચોકડી પહોંચીને ફોન કરવાનો હતો. જેથી ગોધરા પાસ કર્યા પછી ફોન કરતા અમદાવાદ ખાતે જઇને ફોન કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આ મામલે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજમીનના ગેરકાયદે વેચાણના કેસમાં: યપિની યોગી સરકારે SDM સહિત પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા
Next articleગીર સોમનાથ જિલ્લામાં માનવભક્ષી અંતે દિપડો પાંજરે પુરાયો