Home ગુજરાત વડોદરામાં વાવાઝોડાનાં કારણે 157 વીજ થાંભલા પડવાથી 1500 ફરિયાદો નોધાઇ

વડોદરામાં વાવાઝોડાનાં કારણે 157 વીજ થાંભલા પડવાથી 1500 ફરિયાદો નોધાઇ

15
0

(જી.એન.એસ)તા.૨૭

વડોદરા,

સાંજે વાવાઝોડા સાથે પડેલા વરસાદના કારણે વડોદરા શહેરના ૪૦ ફીડરો પર વીજ પુરવઠો ખોરવાયો હતો અને પાંચ થી ૬ લાખ લોકો અંધારામાં રહ્યા હતા.કેટલાક વિસ્તારોમાં મોડી રાત સુધી અંધારપટ છવાયેલો રહ્યો હોવાથી લોકોમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની કામગીરી સામે રોષની લાગણી જોવા મળી હતી. મળતી વિગતો પ્રમાણે વીજ કંપનીને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી  ૧૫૦૦ જેટલી ફરિયાદો બુધવારે મળી હતી. શહેરના અકોટા, ઈન્દ્રપુરી અને કારેલીબાગ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં કલાકો સુધી લાઈટો ચાલુ નહીં થતા મધરાતે લોકોના ટોળા એકઠા થયા હતા અને  વિરોધ વ્યક્ત કર્યો હતો.અકોટા સબ ડિવિઝન ખાતે  ભેગા થયેલા  નાગરિકોનું કહેવું હતું કે, સાત વાગ્યાથી આશ્વાસન આપવામાં આવતું હતું કે, લાઈટો આવી જશે પણ મધરાત થયા પછી પણ અમારા  ઘરોમાં અંધારપટ છે. ઈન્દ્રપુરી સબ ડિવિઝન ખાતે પહોંચેલા કેટલાક લોકોએ બળાપો ઠાલવતા કહ્યું હતું કે, કોલેજોમાં પરીક્ષા ચાલી રહી છે અને  કલાકો પછી પણ વીજળી આવી નથી.ફોન કરીએ છે તો કોઈ ઉઠાવતું નથી અને ઉઠાવે છે તો યોગ્ય જવાબ મળતો નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકુમારી સેલજેને કરનાલના અસંધમાં રાહુલ ગાંધી સાથે સ્ટેજ શેર કર્યું
Next article“કેટલા મુસ્લિમ બન્યા, PAK પ્રવાસનો વિરોધ..” : ઝાકિર નાઈકના પુત્રએ રહસ્યનો ખુલાસો કર્યો