Home ગુજરાત વડોદરામાં વરસાદ અને વાવાઝોડાનાં કારણે ૭ લોકોના જીવ લીધા

વડોદરામાં વરસાદ અને વાવાઝોડાનાં કારણે ૭ લોકોના જીવ લીધા

21
0
(જી.એન.એસ)તા.૨૭
વડોદરા,

સાંજે વાવાઝોડા સાથે ખાબક પડેલા ભારે વરસાદે વડોદરા શહેર, જિલ્લો અને પંચમહાલના કાલોલમાં કુલ ૭  વ્યક્તિઓના જીવ લીધા હતા. જેમાં વડોદરા કપુરાઇ ચોકડી પાસે  સુરતના ટ્રાન્સપોર્ટર, વડોદરાના એન્જિનિયર, વડોદરાના સિક્યુરિટી જવાન  અને પાદરાના બે યુવાન તેમજ કાલોલના માતા  પુત્રીએ જીવ ગુમાવ્યા હતા. પિતાના શ્રાદ્ધ માટે વતન જતા સુરતના ટ્રાન્સપોર્ટરની કાર પર કપુરાઇ ચોકડી પાસે કિલોમીટર દર્શાવતું સાઇન બોર્ડ ધરાશાયી થઇને પડતા કારનો ખુરદો બોલી  ગયો હતો. ટ્રાન્સપોર્ટરનું મોત થયું હતું. જોકે, મૃતકના શરીર પર બાહ્ય ઇજાના કોઇ નિશાન નહતા. મોતનું કારણ જાણવા માટે પોલીસે પી.એમ. કરાવ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરતના વરાછા વિસ્તારની મારૃતિધામ સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષના જગદીશભાઇ શંભુભાઇ હીરપરા ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરે છે. તેમના પિતાનું શ્રાદ્ધ  હોઇ ગઇકાલે તેઓ પુત્ર રૃષભ સાથે કાર લઇને વતન ભાવનગર  જતા હતા. સાંજે વડોદરામાં વાવાઝોડા સાથે પડેલા ધોધમાર વરસાદની વચ્ચે તેઓ કાર લઇને કપુરાઇ ચોકડી  પાસેથી જતા હતા. તે દરમિયાન હાઇવે પર કિલોમીટર અને સ્થળ દર્શાવતા લગાવેલું લોખંડની એંગલવાળું બોર્ડ પડતા કારનો ખુરદો બોલી ગયો હતો. આ દુર્ઘટનામાં જગદીશભાઇનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પુત્રને કોઇ ઇજા પહોંચી નહતી. પોલીસનું કહેવું છે કે, જગદીશભાઇના શરીર પર બાહ્ય ઇજાના કોઇ નિશાન નહતા. જેથી, મોતનું ચોક્કસ કારણ જાણવા પી.એમ. રિપોર્ટની રાહ જોવાઇ  રહી છે.  જ્યારે અન્ય એક બનાવમાં ૨૯ વર્ષનો યુવક જનક નિનામા વડોદરા પ્રતાપનગર પોલીસ લાઇનમાં રહેતો હતો. તેમજ સિક્યિરિટી જવાન તરીકે નોકરી કરતો હતો. તે વતન લીમખેડાથી વડોદરા પરત  આવી  રહ્યો હતો. તે દરમિયાન ગોલ્ડન ચોકડી ટોલનાકા પાસે બાઇક સ્લિપ થતા તેનું મોત થયું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરામાં વધુ એક લાયસન્સ વગરની સિક્યુરિટી એજન્સીના સંચાલકની ધરપકડ કરવામાં આવી
Next articleમાણસાનાં લીંબોદરા ગામ પાસે કારએ બાઈક ચાલકને ટક્કર મારતાં યુવકનું મોત