(જી.એન.એસ)તા.૧૫
વડોદરા,
વડોદરા નજીક કોયલીમાં ગુજરાત રિફાઇનરીના સ્ટોરેજ ટેન્ક ફાર્મમાં લાગેલી વિનાશક આગ બાદ આ વિસ્તારનો ઉપયોગ કરવા માટે આઇઓસીને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. બીજી બાજુ સેન્ટ્રલ ગવર્નમેન્ટની બે એજન્સી દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૃ કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રિફાઇનરીમાં બેન્ઝીનના વિશાળ ટેન્કમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે એક વ્યક્તિને ઇજા થતા સારવાર માટે ખસેડાયો છે. રિફાઇનરીમાં આગના પગલે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ પોલીસ અને એફએસએલ દ્વારા તપાસનો ધમધમાટ શરૃ કરવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી કેન્દ્ર સરકારની ઓઇલ ઇન્ડસ્ટ્રિ સેફ્ટી ડિરેક્ટોરેટ (ઓઆઇએસડી), પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન રાજ્ય સરકારની એજન્સી ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ દ્વારા ઘટનાનું કારણ જાણવા માટે કસરત શરૃ કરવામાં આવી છે. દરમિયાન રિફાઇનરીના સ્ટોરેજ ટેન્ક ફાર્મમાં આશરે ૫૦૦૦ ચો.મી. જેટલા વિસ્તારનો ઉપયોગ કરવા પર પ્રતિબંધાત્મક હુકમ ડીશ દ્વારા કરવામાં આવ્યો છે. ક્લોઝર ઓર્ડરના પગલે રિફાઇનરી હવે આ વિસ્તારનો કોઇ ઉપયોગ કરી શકશે નહી. સૂત્રોએ જણાવ્યું હતું કે રિફાઇનરીના સ્ટોરેજ ટેન્ક ફાર્મમાં જે સેફ વિસ્તાર છે ત્યાં ઉપયોગ કરી શકાશે. કારખાનાધારા હેઠળ આ નોટિસ રિફાઇનરીને આપવામાં આવી હોવાનુ ંજાણવા મળ્યું છે. રિફાઇનરીમાં જે સ્થળે આગ લાગી હતી ત્યાં હજી પણ ક્લિનિંગ ચાલી રહ્યું છે. ટેન્કની નજીક પણ જઇ શકાય તેવી સ્થિતિ નહી હોવાથી સંપૂર્ણ તપાસ થઇ શકતી નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.