વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં વધુ એક લવજેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરિણીત વિધર્મી યુવાને પોતાની સાથે કંપનીમાં નોકરી કરતી યુવતી સાથે મિત્રતા બાંધી દુષ્કર્મ આચર્યું હતું. યુવાનની દાનત પારખી ગયેલી યુવતીએ સબંધો કાપી નાખતા વિધર્મીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ તો ઠીક વિધર્મી યુવાને યુવતીને બ્લેડથી શરીર પર સોરી લખવા માટે મજબૂર કરી હતી. ચોંકાવનારી વિગત એ છે કે, આ વિધર્મી યુવાન સાથે શારીરીક સંબધ બાંધવા માટે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીની સહેલી જ મજબૂર કરતી હતી. પાદરા પોલીસ મથકમાં પૂનમ (નામ બદલ્યું છે) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું 2021થી પાદરા તાલુકામાં આવેલી ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરું છું.
તેની સાથે તેની પાદરા તાલુકાની રહેવાસી કિંજલ (નામ બદલ્યું છે) પણ નોકરી કરતી હતી. નોકરીના એક સપ્તાહ બાદ કંપનીમાં જ નોકરી કરતા અલાઉદ્દીન ઇલીયાસ રાજ (રહે. ભદારી, પાદરા) સાથે ઓળખ થઈ હતી. નોકરીના એક માસ પછી અલાઉદ્દીન મિત્રતા બાંધવા માંગતો હતો. પરંતુ, મેં કોઇ દાદ આપી ન હતી. ફરિયાદમાં રાધિકાએ વધુમાં જણાવ્યું છે કે, અલાઉદ્દીનને કોઈ દાદ ન આપતા તેણે મારી સહેલી સંગીતા મારફતે મિત્રતા રાખવા માટે અનેક વખત દબાણ કરાવ્યું હતું. આખરે અલાઉદ્દીન સાથે મિત્રતા બાંધી હતી. મિત્રતા થયા બાદ ફોન નંબરની આપ-લે થઇ હતી. સતત 7 મહિના સુધી ફોન પર વાર્તાલાપ ચાલ્યો હતો.
પાદરા રોડ ઉપર અમે બંને મળતા હતા. ડિસેમ્બર-2021માં અમે કેનાલ પાસે મળ્યા હતા. તે સમયે તેણે મને ધમકી આપીને નજીકના ખેતરમાં લઇ ગયો હતો અને મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાંજના મારો ફોન નંબર બ્લોક રાખતો હતો. તે અંગે ઝઘડો થયો હતો. ત્યારે અલાઉદ્દીને મને જણાવ્યું હતું કે, મારા લગ્ન થઈ ગયા છે. મારે એક સંતાનમાં છોકરો છે. તે દિવસે સાંજે અમે મળ્યા હતા, ત્યારે ઉલાઉદ્દીન મને અપશબ્દો બોલ્યો હતો અને મને બ્લેડથી સોરી લખવા માટે મજબૂર કરી હતી. જેથી મેં ડાબા પગમાં ઘૂંટણ નીચે બ્લેડથી સોરી લખ્યું હતું. ત્યાર બાદ વાતચીત ઓછી થઇ ગઇ હતી. ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, મે-2022માં મેં પાદરા તાલુકામાં જ આવેલી એક ખાનગી હોસ્પિટલમાં નોકરી શરૂ કરી હતી, ત્યાં અલાઉદ્દીન આવીને મને અપશબ્દો બોલતો હતો. જેથી તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું અને તેનો નંબર પણ બ્લોક કરી દીધો હતો.
ફોન નંબર બ્લોક કરતા તે સહેલી સંગીતાના ફોન દ્વારા મેસેજ કરાવતો હતો. સંગીતા પણ મને ફોન કરી અલાઉદ્દીન સાથે વાત કરવા માટે દબાણ કરતી હતી. તેનો ફોન રિસીવ ન કરું તો તે મારી મમ્મીને ફોન કરીને વાત કરાવવા માટે કહેતી હતી. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, સંગીતાના ઘરે જતી હતી, ત્યારે સંગીતા અલાઉદ્દીનને ફોન કરીને બોલાવતી હતી અને મને અલાઉદ્દીન સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતી હતી. દરમિયાન દિવાળીના સમયમાં અલાઉદ્દીનનો ફોન આવ્યો હતો. તેને મને ક્યાં છે ? તેવો સવાલ કરતા મેં તેણે જણાવ્યું હતું કે, હું વેફર્સ લેવા માટે મારા પાડોશી સાથે નીકળી છું.
તે સમયે અલાઉદ્દીન ત્યાં આવી પહોંચ્યો હતો અને દૂર લઈ જઈ મને કેનાલ ઉપર આવવા માટે જણાવ્યું હતું. પરંતુ, જવાનો ઇન્કાર કરતા તેણે મને જણાવ્યું હતું કે, તું મારી સંબંધ નહીં રાખે તો તારા ઘરે આવી મને તેમજ મારા માતા-પિતાને જાનથી મારી નાંખીશ. તેવી ધમકી આપી બાઇક લઇને જતો રહ્યો હતો. દરમિયાન આ સમગ્ર ઘટના અંગે મારા પાડોશીએ મારા માતા-પિતાને વાત કરી હતી. પિતાએ પણ અલાઉદ્દીન સાથે વાત કરી હતી. પરંતુ, તેણે હેરાન કરાવનું ચાલુ રાખ્યું હતું.
હું અને મારા પરિવારજનો ગભરાઈ ગયા હતા. આખરે મારા ફોઇએ મને હિંમત આપતા મારા-પિતા સાથે પાદરા પોલીસ મથકમાં આવીને અલાઉદ્દીન ઇલીયાસ રાજ (રહે. ભદારી, પાદરા) સામે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાવી હતી. પાદરા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.