Home ગુજરાત વડોદરામાં મહિલા ગોપાલકે મહિલા પીએસઆઈનો કોલર પકડી માર માર્યો, મહિલા અને 3...

વડોદરામાં મહિલા ગોપાલકે મહિલા પીએસઆઈનો કોલર પકડી માર માર્યો, મહિલા અને 3 પશુપાલકની ધરપકડ કરવાંમાં આવી

34
0

ન્યુ વીઆઈપી રોડ ઉપર ઢોરવાડા તોડવા પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ સાથે પહોંચી હતી. જ્યાં મહિલા ગોપાલકે મહિલા પીએસઆઈનો કોલર પકડી માર માર્યો હતો. જેમાં બે મહિલા સહિત પાંચની ધરપકડ કરી ઢોરવાડામાંથી 3 ગાયો પકડી હતી. ન્યુ વીઆઈપી રોડ પર આવેલા રસ્તાને નડતરરૂપ 4 ગેરકાયદે ઢોરવાડા તોડવાની કાર્યવાહી કરવા દબાણ શાખા અને પોલીસની ટીમ પહોંચી હતી. શરૂઆતમાં મહિલા ગૌપાલકોએ તેમને રોકવા પ્રયત્ન કર્યો હતો.
​​​​​​​

હરણી પોલીસના મહિલા પીએસઆઈ કે.એચ.રોયલાએ કામ ચાલુ રાખતાં મહિલા સહિત અન્યો લાકડી લઇ મારવા દોડ્યા હતાં. એક મહિલાએ પીએસઆઈ કે.એચ.રોયલાનો કોલર પકડી તેમને મારવા લાગી હતી. હરણી પોલીસે કંકુબેન વિજયભાઈ ભરવાડ, વિજયભાઈ સાજનભાઈ ભરવાડ, રણછોડભાઈ સાજનભાઈ ભરવાડ, હિતેશભાઈ ઉર્ફે કીશન ગભરૂભાઈ ભરવાડ અને જોમાબેન ગભરૂભાઈ ભરવાડ (રે. ભરવાડ વાસ, ન્યુ વીઆઈપીરોડ) સામે હુલ્લડનો ગુનો દાખલ કર્યો હતો. ન્યૂ વીઆઇપી રોડના 4 અને આજવા રોડના 1 ઢોરવાડા તોડવા સાથે શહેરમાંથી 23 રખડતા ઢોર પકડી લીધા હતા.

મહિલા પીએસઆઇ પર હૂમલો કરનાર મહિલાને સ્થળ પર જ પકડી મહિલા પોલીસ કર્મચારીઓએ ટીંગાટોળી કરી તેની ધરપકડ કરી હતી. ગૌપાલકો વચ્ચે પડતાં મહિલા પોલીસ ટસની મસ થયા ના હતા.

ગેરકાયદે ઊભા કરાયેલા ઢોરવાડાને દૂર કરવાની કાર્યવાહી શરૂ થતાં પશુપાલકોએ નવો પેતરો અપનાવ્યો છે. કાર્યવાહીની અગાઉથી જાણ થતા જ પશુપાલકો ઢોરોને સોસાયટીઓમાં તેમજ ખુલ્લા મેદાનોમાં છોડી દે છે. જેને કારણે સ્થળેથી એક પણ ઢોર મળતું નથી. શહેરમાં રખડતા ધોળના ત્રાસને દૂર કરવા માટે પાલિકાએ સખત પગલા લીધા છે.

સામાન્ય નાગરિકના જીવ જોખમમાં મુકાય તે રીતે પશુઓને ખુલ્લામાં છોડનાર 68 હેબીચ્યુઅલ ઓફેન્ડરનેની યાદી બનાવી પાલિકાએ પોલીસને સોંપી છે. તેમજ અત્યાર સુધીમાં 2 પશુપાલકો સામે પાસાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરામાં રાજસ્થંભ પરિવારનો પર્યાવરણ બચાવો થીમ પર ગણેશપંડાલ
Next articleરાજકોટમાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઇકને અડફેટે લેતા બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત