વોર્ડ નંબર ૭ના કોર્પોરેટરના પિતા ફરી વિવાદમાં ફસાયા છે. મહિલા કોર્પોરેટરના ભૂમીકા રાણાના પિતા નરેશ રાણાએ સફાઈ મુદ્દે સુપરવાઇઝરને ધક્કો મારી ઉદ્ધત વર્તન કરતાં હોબાળો થયો હતો. મામલો કારેલીબાગ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
વોર્ડ નંબર ૭ના ભાજપના મહિલા કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણાએ આજે ફરી એકવાર સફાઈના મુદ્દે વોર્ડના સુપરવાઇઝરને અપશબ્દો કહી ધક્કો મારતા સફાઈ કામદારોએ ભેગા થઈ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી.
ગરવાડા વિસ્તારમાં સફાઈ નહીં થતી હોવાથી ગંદકીનો કોઈ ઉકેલ આવ્યો ન હતો. જેથી આજે સફાઈની કામગીરી માટે નાગરવાડા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ૭ના સુપરવાઇઝર બાબુભાઈ સાથે ભાજપ મહિલા કોર્પોરેટરના પિતા નરેશ રાણાએ ઉદ્ધત વર્તન કર્યું હતું અને ગાળાગાળી કરતાં બંને વચ્ચે ચકમક ઝરી હતી. આખરે નરેશ રાણાએ સુપરવાઇઝર બાબુભાઈને ધક્કો મારતા હોબાળો સર્જાયો હતો.
વોર્ડ નંબર ૭ના સફાઈ કામદારોએ ભેગા થઈ વોર્ડ ઓફિસરને ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાની દાદાગીરી અંગે સામૂહિક રજૂઆત કરી હતી. આ અંગે કારેલીબાગ પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.૨૦૨૧ના મે મહિનામાં તેમની નાગરવાડા વિસ્તારની પાણીની સમસ્યાને લઇને કારેલીબાગ પાણીની ટાંકી ખાતે કર્મચારી યોગેશ વસાવા સાથે બોલાચાલી થઇ હતી, જેના પગલે હોબાળો થયો હતો.
ઓકટોમ્બર ૨૦૨૧માં પેચવર્ક અટકાવી દેતાં વિવાદ થયો હતો. ડામરના મિક્ષ માલ સાથે ટ્રેકટર કારેલીબાગ બહૂચરાજી રોડ પર પહોંચતાં કામગીરી અટકાવી હતી. વિસ્તારમાં સફાઇ થતી ના હોવાના મુદે વોર્ડ કચેરીએ સેનેટરી ઇન્સપેકટર અને સફાઇ કર્મીઓ સાથે ગાળાગાળી કરતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
કર્મચારીઓ કામ કરે છે પણ અધિકારીઓ અને સુપરવાઇઝર તેમને ગાઇડ કરતાં નથી. મારા પિતા સામે ખોટા આક્ષેપો થયા છે. અધિકારીઓ-સુપરવાઇઝર કોઇનો હાથો બનીને ટાર્ગેટ કરી રહ્યા છે. મારા પિતાએ અને મેં પણ રજૂઆતો કરી હતી. વિસ્તારમાં ગંદકીનું સામ્રજય છે સફાઇની કામગીરી બાબતે ધ્યાન દોર્યું હતું.
ભૂમીકા રાણા કોર્પોરેટર છે અને તેમના પિતા નરેશ રાણા કાર્યકર છે. ભૂતકાળમાં વિવાદ થયો ત્યારે સૂચના આપવામાં આવી હતી કે તમારી દીકરી કોર્પોરેટર છે તેને તેનું કામ કરવા દો. તમે કાર્યકર છો તો તે પ્રમાણેનું કામ કરો. નરેશ રાણા અને સુપરવાઇઝરને મળીને વાત સાંભળી સૂચનાઓ પણ અપાશે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.