Home ગુજરાત વડોદરામાં બિલ વગર ઓનલાઇન લેપટોન વેચવાનું મોટું કૌભાંડ ઝડપાયું

વડોદરામાં બિલ વગર ઓનલાઇન લેપટોન વેચવાનું મોટું કૌભાંડ ઝડપાયું

513
0

(જી.એન.એસ), તા.૮
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા એક મકાનમાં લેપટોપનો સંગ્રહ કરી OLX નામની રિસેલ સાઇટ પર વેચતા શખ્સ બે વડોદરા SOG પોલીસે 44 લેપટોપ સાથે ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુન્હાખોરીના નવા નવા સ્વરૂપો બહાર આવી રહ્યા છે. ત્યારે કેટલાક ગુન્હેગારો ચોરી કરેલી વસ્તુઓ OLX જેવી રિસેલ વેબસાઈટ પર મૂકી અને આસાનીથી ચોરીનો મુદ્દામાલ સગેવગે કરી દેતા હોય છે જેથી વડોદરા પોલીસ કમિશ્નર દ્વારા આ મામલે તકેદારી રાખવા માટે SOG પોલીસને સૂચના આપવામાં આવી હતી.
પોલીસે આવી વેબસાઈટ પર મોનીટરીંગ શરૂ કરતાં ઇલેક્ટ્રોનિક શ્રેણીમાં એક જેવી જ “સબસે અચ્છા, સબસે સસ્તા” જેવા ટાઇટલ સાથે અનેક લેપટોપ વેચાણની જાહેરાત જોવા મળી હતી. જે જાહેરાતને પોસ્ટ કરનાર પણ એક જ વ્યક્તિ હતો. અને તેના ઘરેથી લેપટોપ વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જાહેરાતમાં દર્શાવેલ સરનામે 89, શાંતિકુંજ સોસાયટી, માંજલપુર ખાતે દરોડો પડતા 44 જેટલા અલગ અલગ કંપનીના લેપટોપ વેચાણ કરતો હિરેન વૈષ્ણવ મળી આવ્યો હતો.
પોલીસે પૂછપરછ કરતા આ લેપટોપના કોઈ બીલ નહીં હોવાનું જણાવ્યું હતું. જ્યારે મુંબઇથી કોઈ ઈસમ પાસેથી સ્ટોક મંગાવતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે કુલ 44 જેટલા લેપટોપ મળીને 6.12 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે આરોપી હિરેન વૈષ્ણવની અટકાયત કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં સૌધી મોટી પથરી ઓપરેશન કરીને બહાર કાઢવાનો ડોક્ટરનો દાવો
Next articleરાજ્યની 1557 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી, 349 ગ્રામ પંચાયત સમરસ, સરપંચ પદ માટે 4,279 ઉમેદવાર મેદાનમાં