(જી.એન.એસ) તા.૨૩
વડોદરા,
મહિન્દ્રા SUV કાર સાથે અથડાઈને ફંગોળાઈ જાય છે વડોદરા-વાઘોડિયા રોડ બાઈક ચાલકનો મહિન્દ્રા XUV કાર અને પિકઅપ વાન સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં યુવકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ સમગ્ર અકસ્માતના ભયાનક સીસીટીવી હવે સામે આવ્યા છે. જેમાં પૂરઝડપે જઈ રહેલો યુવક પહેલા મહિન્દ્રા SUV કાર સાથે અથડાઈને ફંગોળાઈ જાય છે અને પછી તે સામેથી આવી રહેલી પિકઅપ વાન સાથે અથડાય છે.મૂળ છોટાઉદેપુર જિલ્લા અને હાલ વડોદરા જિલ્લાના વાઘોડિયાના લીમડા ખાતે રહેતા પ્રવીણભાઈ ગોબરભાઈ તડવી એ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારો દીકરો મેહુલ છેલ્લા દોઢ વર્ષથી વાઘોડિયા GIDCમાં આવેલા પ્લોટ નં-420માં આવેલ શ્રીજી વે બ્રિજ ઉપર નોકરી કરતો હતો. તેને 6 મહિના પહેલાં TVS કંપનીની રાઇડર બાઈક લીધી હતી. ગત 16 સપ્ટેમ્બરના રોજ સવારે 8 વાગ્યે મારો દીકરો મેહુલ અમારા ઘરેથી વાઘોડિયા GIDCમાં તેની બાઈક લઈને નોકરી પર ગયો હતો અને બપોરે 12 વાગ્યે મેં મારા દીકરાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, આજે ઘરે જમવાનું બનાવ્યું નથી, જેથી તું હોટલમાંથી જમવાનું લઈ ઘરે આપવા માટે આવજે. તેમ જણાવતાં તેણે કહ્યું હતું કે, હું વાઘોડિયા GIDCમાંથી નીકળું છું અને જમવાનું આપી જાઉં છું.ત્યાર બાદ બપોરના 12:30 વાગ્યાની આસપાસ હું મારા ઘરે હાજર હતો, તે વખતે મારા મોબાઇલ પર મારા છોકરાના મોબાઈલમાંથી ફોન આવ્યો હતો અને સામે અજાણ્યો માણસ બોલતો હતો. તેણે મને કહ્યું હતું કે, આ મોબાઇલવાળા ભાઈનો એપોલો કંપનીના મેઈન ગેટ સામે એક્સિડન્ટ થયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.