બરોડા ફૂટબોલ એકેડેમી દ્વારા સળંગ બીજા વર્ષે બરોડા ફૂટબોલ લીગ સિઝન–૨ નું આયોજન ૧૬મી સપ્ટેમ્બર થી ૧૬ મી ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં ૮ માલીકોની ૧૬ ટીમો ભાગ લેશે.
આ ટૂર્નામેન્ટ દરમ્યાન નેશનલ – ઇન્ટરનેશનલ ખેલાડીઓ એક્શનમાં જાેવા મળશે. સ્પર્ધા માટેની યોજીયેલી હરાજીમાં સૌથી વધુ કિંમત રૂા.૪૦ હજારમાં આફ્રિકાનો ખેલાડી યાયા ખરીદાયો હતો, જે પારૂલ યુનિ.માં અભ્યાસ કરે છે.
યાયાને બરોડા બ્રિજેનિયર્સ ટીમે ખરીદ્યો હતો.જયારે લીંકસ નામના આફ્રિકન ખેલાડીને પીયુ યુનાઇટેડ (પારુલ યુનિ.) દ્વારા રૂા.૩૨ હજારમાં ખરીદાયો હતો. આ વખતે ટૂર્નામેન્ટમાં કિશોર વય (૧૦થી ૧૫ વર્ષ) તથા સિનિયર વયમાં ૧૮ વર્ષની ઉપરના ખેલાડીઓ રમશે.
વિજેતા ટીમને રૂા.૧ લાખ અને ઉપવિજેતાને રૂા. ૫૦ હજાર અને ત્રીજું ઈનામ રૂા. ૨૫ હજાર અપાશે. બેસ્ટ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ અને દરેક મેચમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીને ટૂર્નામેન્ટ ઓફ ધ મેચ જાહેર કરીને ટ્રોફી એનાયત કરાશે. ???????આ સ્પર્ધામાં દરેક ટીમને ઓછામાં ઓછી છ મેચ રમવા મળશે.
આ સ્પર્ધામાં વી કિંગ્સ (ફાર્મસન ફાર્મા ગુ.પ્રા,લિ), આત્મીય એલીટસ (આત્મીય ગ્રુપ), એસએફએલ મુસ્તાંગ (સીલ ફોર લાઈફ ઇન્ડસ્ટ્રીઝ), પીયી યુનાઇટેડ ( પારૂલ યુનિ.). બરોડા બીલ્ઝેરીયન્સ (કેમકોન કેમીકલ્સ),બરોડા કાલ્વરી (હીરુ ગ્રુપ્સ), સીલ્ચર સ્ટેલીયોન્સ (સીલ્ચર ટેકનો.લી.) મયુર વોરીયર્સ (મયુર ગ્રુપ) ટીમો ખેલાડીઓ ખરીદવા હાજર રહી હતી. ૧૬મી સપ્ટેમ્બરે સ્પર્ધાનું ઉદઘાટન કરવામાં આવશે.
વેવ્ઝ ક્લબ ખાતે આજે યોજાયેલા ઓક્શનમાં ૧૬૦ પૈકી વડોદરાના ૧૧૦ ખેલાડીઓ ખરીદાયા હતા.જેમાં સૌથી વધુ તેજ પારેખ રૂા.૨૭ હજારમાં અને અમી અમીન પણ રૂા.૨૭ હજારમાં વેંચાયો હતો. જ્યારે મીત ઠક્કરને સિલ્ચરે રૂા.૨૬ હજારમાં ખરીદ્યો હતો.આમ ગુરખાને પણ રમયુર ગૃપે રૂા.૨૬ હજારમાં ખરીદવામાં આવ્યો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.