વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે રીલ સ્ટાર અને તેના ભાઈ સાથે એક નાસ્તા હાઉસના માલિકના પુત્રએ તેના 10 જેટલા સાગરીતો સાથે જાહેર રોડ ઉપર મારામારી કરી હતી. આ મારામારીના નાસ્તા હાઉસના સાગરીતો દ્વારા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધા હતા. સમા વિસ્તારમાં જાહેર રોડ ઉપર બનેલી આ ઘટનાએ ચકચાર જગાવી મૂકી હતી. આ બનાવ અંગે રીલ સ્ટારે ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. સમા પોલીસ સ્ટેશનના પીએસઓએ ગોપાલભાઈએ જણાવ્યું હતું કે નાસ્તા લેવા બાબતે ઉત્તરાયણના દિવસે ઝઘડો થયો હતો. એ દિવસે સમાધાન થયું હતું. કોઈ ફરિયાદ કરવા આવ્યું નથી. આ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે રીલ સ્ટાર સુદક્ષ દરજી(ડી.જે.)નો ભાઈ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે આવેલા આશુ નાસ્તા હાઉસની દુકાનમાં નાસ્તો લેવા માટે ગયો હતો.
નાસ્તો લેવા માટે વધુ સમય લાગતાં રીલ સ્ટારના ભાઈ અને નાસ્તા હાઉસના પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને વચ્ચે મારામારી શરૂ થઇ હતી. મારામારી શરૂ થતાં નાસ્તા હાઉસના પુત્રએ તેના સ્થાનિક 10 જેટલા મિત્રોને બોલાવી લીધા હતા. બીજી બાજુ રીલ સ્ટારના નાના ભાઈએ પોતાના રીલ સ્ટાર ભાઈ સુદક્ષ દરજીને પણ ફોન કરી સ્થળ પર બોલાવી લીધો હતો. સ્થળ પર પહોંચેલા રીલ સ્ટારે સમાધાનના પ્રયાસો કર્યો હતો, પરંતુ સમાધાનની વાટાઘાટો નિષ્ફળ ગઈ હતી અને નાસ્તા હાઉસનો પુત્ર ફરસાણ તળવાનો ઝારો લઈને દોડી આવ્યો હતો. રીલ સ્ટાર અને તેના ભાઈને જાહેર રોડ ઉપર ફરસાણ તળવાના ઝારાથી મારવાનું શરૂ કરી દીધું હતું.
એ સાથે નાસ્તા હાઉસના પુત્રના 10 જેટલા સાગરીતોએ પણ માર મારવાનું શરૂ કર્યું હતું. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે જાહેર રોડ ઉપર થયેલી મારામારી જોઈ સ્થાનિક લોકો પણ તમાશો જોવા માટે એકઠા થઇ ગયા હતા. આ દરમિયાન જાહેર રોડ ઉપર થયેલી મારા મારીનો મામલો સમા પોલીસ મથકમાં પહોંચ્યો હતો. પોલીસે બંને જૂથની રજૂઆતો સાંભળી કાર્યવાહી શરૂ કરી હતી. જોકે બંને જૂથોએ મારા મારી થઈ એ દિવસે ઉત્તરાયણ હોવાથી પોલીસ મથકમાં પોલીસ સામે જ સમાધાન કરી લીધું હતું. જોકે રીલ સ્ટારે નાસ્તા હાઉસના પુત્ર સાથે મારામારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ ન કરવાની શરતે સમાધાન કર્યું હતું, પરંતુ નાસ્તા હાઉસના જૂથે મારામારી દરમિયાન ઉતારેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેતાં ચકચાર મચી ગઇ હતી.
વીડિયોમાં રીલ સ્ટાર સુદક્ષ દરજી (ડીજે)ને માર મારી રહ્યો હોવાનું જણાઇ રહ્યું છે. વીડિયો વાઇરલ કરનારે રીલ સ્ટારને પણ ટેગ કર્યો હતો. નોંધનીય છે કે રીલ સ્ટારના સોશિયલ મીડિયામાં 13 લાખ જેટલા ફોલોઅર્સ છે. મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ રીલ સ્ટાર સુદક્ષ દરજીએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે હું લોકોમાં જાણીતો ચહેરો હોવાથી સામાવાળાઓએ વીડિયો એડિટ કરીને માત્ર મને માર મારતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. મેં પણ સ્વબચાવમાં સામાવાળાઓને માર્યા છે.
મારા નાના ભાઇને નાસ્તા હાઉસનો પુત્ર ફરસાણ તળવાના ઝારાથી માર મારી રહ્યો છે. મારો ભાઈ રસ્તા ઉપર પડી જવા છતાં તે મારી રહ્યો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જણાય છે. નાસ્તા હાઉસના પુત્ર સાથે તેના 10 જેટલા સાગરીતોએ એક સંપ થઈ અમારી ઇમેજ ખરાબ કરવા સામાન્ય બાબતમાં હુમલો કર્યો છે, પરંતુ મારા ફોલોઅર્સ ઉપર તેની કોઇ અસર પડશે નહીં.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.