Home ગુજરાત વડોદરામાં ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરની દાનપેટીઓમાંથી રોકડ ચોરીને તસ્કર ફરાર થયો

વડોદરામાં ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરની દાનપેટીઓમાંથી રોકડ ચોરીને તસ્કર ફરાર થયો

55
0

વડોદરા શહેરના ડભોઈ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલા ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરમાં દાનપેટીઓ અને ડબ્બામાંથી 6 હજાર રૂપિયાની રોકડ રકમ ચોરીને એક તસ્કર ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના મંદિરના CCTVમાં કેદ થઈ ગઈ હતી. મંદિર ટ્રસ્ટના પ્રમુખ નારાયણભાઈ કહારની અરજીના આધારે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ નારાયણભાઈ જગ્ગુભાઇ કહારે જણાવ્યું હતું કે, સોમા તળાવ પાસે આવેલી વ્રજભૂમી સોસાયટીની સામે ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. 3 જાન્યુઆરીએ રાત્રે અમે મંદિરનો દરવાજો બંધ કરીને ઘરે ગયા હતા.

બીજા દિવસે 4 જાન્યુઆરીએ સવારે આવીને જોયું તો મંદિરની દાન પેટીઓ તૂટેલી હતી અને ગર્ભગૃહના ડબ્બાઓ પણ ખુલ્લા હતા. અમે મંદિરના CCTV ચેક કરતા રાત્રે એક ચોર મંદિરમાં ઘૂસ્યો હતો અને દાનપેટીઓ અને ડબ્બાઓમાંથી ચોરી કરીને ભાગી છૂટ્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ચોર મંદિરના ઉપરના ભાગેથી ઘૂસ્યો હતો અને મંદિરનું તાળું તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો, પણ તાળુ તુંટ્યું નહોતું. આ પહેલા પણ મંદિરમાં 3 વખત ચોરી થઈ ચૂકી છે. જેથી અમે 4 મહિના પહેલા જ મંદિરમાં CCTV લગાવ્યા હતા.

જેથી આ વખતે ચોર CCTVમાં કેદ થઈ ગયો હતો. અમે આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. બે દિવસ પહેલા જ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની શાસ્ત્રી પોળ સામે આવેલ શ્રી વડેશ્વર ગણપતિ મંદિરમાંથી અજાણ્યા તસ્કરો ઘૂસ્યા હતા અને દાનપેટી તોડી તેમાંથી અંદાજે રૂ.10 હજાર તથા શ્રીજીની મૂર્તિ પરના ચાંદીના છત્તર મળી કુલ રૂ 25 હજારની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. એક અઠવાડિયા પહેલા જ વડોદરા જિલ્લાના પાદરાના કુરાલ ગામમાં એક તસ્કરે જૈન મંદિરમાં પ્રવેશ કરી ચાંદીના મુંગટો તેમજ છત્ર ચોરી કરી ગયાની ફરિયાદ વડુ પોલીસ મથકે નોંધાઈ હતી.

વડોદરાના અકોટામાં રહેતા દીપ ઝવેરીના પરિવારના સભ્યોએ ભેગા મળી 3 વર્ષ અગાઉ માતા અંજલીબેનના નામ પર 5 વીઘા જમીન લઈને કુરાલમાં જૈન મંદિર બનાવ્યું હતું. જે એસ. એસ ઝવેરી રિલિજિયસ ટ્રસ્ટના નામે ચલાવે છે. મંદિરમાં શ્રેયાત્સનાથ ભગવાનની મૂર્તિ તેમજ જૈન ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરેલી છે. 3 વર્ષથી પૂજારી તરીકે ગૌતમ રાવલ મંદિરના પાછળના ભાગે રહે છે. મંદિરમાં ઘરના સભ્યો મહિનામાં એકાદ વખત આવે છે.

રાત્રિના સમયે મંદિરમાં કોઈ ચોર ઈસમો દરવાજાના નકુચા તોડી નાખી મંદિરમાં પ્રવેશ કરી શ્રેયાત્સનાથ ભગવાનની મૂર્તિ તેમજ આજુબાજુ ચાર ભગવાનની મૂર્તિને પહેરાવેલ ચાંદીના અલગ અલગ નાના મોટા છતર નંગ- 5 તેમજ દાનપેટી સહિત ચાંદીના મુગટ નંગ-5 જેનું વજન આશરે 2 કિલો કિંમત રૂપિયા 80,000 અને દાનપેટીના રોકડા 7,500 મળી કુલ 87500ની મતાની ચોરી કરી ગયા હતા. જેની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. તસ્કરો દાન પેટીમાંથી રૂપિયા કાઢી મંદિરની પાછળ દાનપેટી નાખી ફરાર થયા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરેન્દ્રનગરમાં ચોરીના 6 મોટર સાયકલ સાથે 1 શખ્સ ઝડપાયો
Next articleધોરડોના સફેદરણમાં 13 તારીખથી યોજાનારા પતંગ મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી