Home ગુજરાત વડોદરામાં કોલેરા ના કેસો વધતાં તંત્ર થયું એલર્ટ

વડોદરામાં કોલેરા ના કેસો વધતાં તંત્ર થયું એલર્ટ

18
0

(જી.એન.એસ) તા. 10

વડોદરા,

વડોદરામાં કોલેરાના કેસોમાં વધારો થયો છે, જેના લીધે લોકોની ચિંતામાં વધારો થયો છે. આ અંગે પાલિકાના વિપક્ષના નેતા અમીબેન રાવતે તંત્રને આડા હાથે લીધા છે. અને તંત્ર દ્વારા સાચા આંકડા છુપાવવામાં આવતા હોવાનો આરોપ મુક્યો છે. સાથે જ તેમણે સલાહ આપતા જણાવ્યું કે, પાલિકા તંત્ર દ્વારા લગાડવામાં આવેલા મસમોટા એલઇડી સ્ક્રિન પર નેતાઓની જગ્યાએ કોલેરા સંબંધિત જાણકારી નાગરિકોને આપવી જોઇએ. હાલની સ્થિતીએ કોલેરાના 6 કેસો સામે આવ્યા છે સાથે જ 20 થી વધુ શંકાસ્પદ કેસો પણ નોંધાયા છે. જેના કારણે તંત્ર અને શહેરીજનોની ચિંતા વધી છે. ચોમાસાની રૂતુની શરૂઆતમાં જ પાણીજન્ય રોગચાળો ફાટી નિકળે તેવી સ્થિતી સર્જાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સ્થિતી વચ્ચે પાલિકાના વિપક્ષના નેતાએ તંત્રને આડા હાથે લીધા છે. વિપક્ષના નેતા અમીબેન રાવતે આરોપ મુકતા જણાવ્યું કે, પાલિકાના હેલ્થ બુલેટીનમાં કોલેરાના કેસોની સંખ્યા શૂન્ય છે. જ્યારે એસએસજી હોસ્પિટલ અને જમનાબાઇ હોસ્પિટલમાં મળીને કોલેરાના 6 દર્દીઓ છે, ત્યારે હવે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે, શહેરમાં તમામ જગ્યાઓ પર સ્વચ્છ અને ચોખ્ખુ પાણી સમયસર મળી રહે તે માટે પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે તેમજ દવા ની છંટકાવ અને સરકારી હોસ્પિટલોમાં પણ મેડિકલ સ્ટાફ આ બાબતે એલર્ટ રહે તે માટે તંત્ર દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો ડીપ ફેક વીડિયો કેસ : ગુજરાત પોલીસે એક વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી
Next articleસીઆરપીસીની કલમ 125 તમામ પરિણીત મહિલાઓ પર લાગુ થાય છે: સુપ્રીમ કોર્ટ