વડોદરામાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મારામારીના દૃશ્યો જાેવા મળ્યા નેકની ટીમ રવાના થયા પછી વિદ્યાર્થી સંગઠનોએ સંયમ ગુમાવ્યો હતો અને પોલિટેક્નિક કોલેજની બહાર મારામારીની ઘટના બની હતી. એબીવીપી-એનએસયુઆઇ વચ્ચે જૂથ અથડામણનો વીડિયો વાઇરલ થયો હતો.
કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇ અને બીજેપીની વિદ્યાર્થી પાંખ એબીવીપી વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. અગાઉ એબીવીપી સાથે જાેડાયેલો વિદ્યાર્થી હવે એનએસયુઆઇમાં જાેડાયો છે તે હોસ્ટેલમાં રહેતો ના હતો છતાં કેમ્પસમાં આવ્યો હતો. જેના પગલે એબીવીપીના વિદ્યાર્થીઓ તું ગેરકાયદે રીતે પ્રવેશ્યો છે અને એનએસયુઆઇનો પ્રચાર કરે છે તેમ કહીને માર માર્યો હતો.
જેના પગલે વિદ્યાર્થીએ એનએસયુઆઇના પોલિટેક્નિકના જીએસ તથા અન્ય વિદ્યાર્થીઓને બોલાવી લીધા હતા. એનએસયુઆઇના આગેવાનોએ હોસ્ટેલના વિદ્યાર્થીઓને ધાકધમકી આપીને જતા રહ્યાં હતા. જેના કારણે એબીવીપી દ્વારા તેમના અગ્રણીઓને બોલાવ્યા હતા.
એબીવીપીના નેતાઓ દ્વારા એનએસયુઆઇના અગ્રણીને ફોન કરીને મળવા માટે કહ્યું હતું. એનએસયુઆઇના વિદ્યાર્થીઓ ૩૦થી ૪૦ વિદ્યાર્થીઓના ટોળા સાથે ગયા હતા અને ત્યારબાદ બંને જૂથો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. મધરાત્રે બંને જૂથો વચ્ચે પટ્ટા, દંડા વડે એકબીજા પર તૂટી પડયા હતા. જાેકે રાત્ર હોવાથી સિક્યુરીટી જવાનો પણ કશું કરી શકયા ના હતા.
આ ઘટના અંગે પોલીસ ફરીયાદ નોંધાઇ ના હતી. જાે કે તેનો વિડીયો વાઇરલ થયો હતો. એનએસયુઆઈ સાથે બહારના તત્વોએ આવીને એબીવીપીના કાર્યકરો ઉપર હુમલો કર્યો હતો. એબીવીપીને છાવરવામાં આવી રહી છે.પોલિટેક્નિકમાં પણ એબીવીપીએ હોસ્ટેલમાં એનએસયુઆઈના કાર્યકરને માર્યો હતો. બે વર્ષ બાદ વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાવાની છે. જાેકે યુનિવર્સિટીમાં વિવિધ વિદ્યાર્થી સંગઠનો વચ્ચે રહેલી અદાવતના પડઘા કોઇને કોઇ રીતે પડી રહ્યા છે. વિદ્યાર્થી સંગઠનો કેમ્પસ છોડીને બહારના વિસ્તારોમાં ઘર્ષણમાં ઊતરી રહ્યા છે. તાજેતરમાં જ સાયન્સ ફેકલ્ટી ખાતે બે ગ્રુપ વચ્ચે રંગોલી હોટલના પાછળના ભાગે થયેલી મારામારીના ભારે પડઘા પડ્યા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.