Home ગુજરાત વડોદરાની MSU માં વિધર્મી પ્રોફસર નીકળ્યો લંપટ, પીડિતાની બહેનપણી સાથેનો પ્રોફેસરનો ઓડિયો...

વડોદરાની MSU માં વિધર્મી પ્રોફસર નીકળ્યો લંપટ, પીડિતાની બહેનપણી સાથેનો પ્રોફેસરનો ઓડિયો કોલ સામે આવ્યો

7
0

(જી.એન.એસ) તા૧૩

વડોદરા,

એમ એસ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના આસિ. પ્રોફેસર અઝહર ઢેરીવાલા પર વિધાર્થીનીની જાતીય સતામણી કરવાનો આરોપ વડોદરામાં જાતીય સતામણી કેસમાં વિધર્મી પ્રોફેસર મોહંમદ અઝહર ઢેરીવાલા સામે ગુનો દાખલ કરાયો છે. પીડિતાની બહેનપણી સાથેનો પ્રોફેસરનો ઓડિયો કોલ સામે આવ્યો છે. મોહંમદ ઢેરીવાલાએ પીડિતાની બહેનપણી સાથે વાત કરી હતી. જેમાં લંપટ પ્રોફેસરે પીડિતાના પરિવારને બદમાશ ગણાવ્યો હતો. પ્રોફેસર ઓડિયોમાં કહી રહ્યા છે કે, પરિવારના લોકો એનું જીવન બરબાદ કરી દેશે. મારા રૂમમાં આવીને બેસી જવાનું, બધુ ક્લીયર થઈ જશે. એને સમજાવવું પડશે કે ઈસ્લામ શું છે.એમ એસ યુનિ.માં વિદ્યાર્થિનીની જાતીય સતામણીનો મામલો સામે આવ્યો છે. એમ એસ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના આસિ. પ્રોફેસર અઝહર ઢેરીવાલા પર વિધાર્થીનીની જાતીય સતામણી કરવાનો આરોપ લાગ્યો છે. આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી હિન્દુ વિદ્યાર્થીનીની જાતીય સતામણી વિધર્મી આસિ પ્રોફેસરે કરી, પ્રોફેસરે વિદ્યાર્થિનીને પરીક્ષામાં પાસ કરાવી દેવા પ્રલોભન આપ્યું હતું. વિધાર્થીનીને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા પણ પ્રલોભન આપ્યું હતું. વિધાર્થીનીને મુસ્લિમ ધર્મ અપનાવી લે તો તને પાસ કરવી સારી નોકરી અપાવી દઈશ તેવો મેસેજ કર્યો હતો. આર્ટસ ફેકલ્ટીના પ્રોફેસર અઝહર ઢેરીવાલા સામે વિદ્યાર્થીનીએ મહિલા ફરિયાદ નિવારણ સમિતિમાં ફરિયાદ કરી છે. ફરિયાદના આધારે સમિતિએ તપાસ કરી છે. તમસમાં ગંભીર તથ્ય બહાર આવ્યા છે. પ્રોફેસરની ઓફિસ સીલ કરવામાં આવી છે. આર્ટ્સ ફેકલ્ટીના એસોસિયેટ પ્રોફેસર દ્વારા વિધાર્થિનીના જાતીય સતામણીનો મામલો સામે આવ્યો છે. પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલા વિરુદ્ધ સયાજીગંજ પોલીસે ગુનો નોંધ્યો છે. આરોપી પ્રોફેસર પર ફરિયાદી વિધાર્થીનીએ તેના રૂમમાં લઈ જઈ જવા દબાણ કર્યાનો આરોપ છે. વિધાર્થીનીએ રૂમમાં જવાની ના પાડતાં કરિયર ખતમ કરી નાખવાની ધમકી આપી હતી. આરોપી પ્રોફેસરે વિધાર્થીનીના ઘર સુધી પીછો કર્યો હતો. આરોપી પ્રોફેસરે વિધાર્થીની વિશે ખોટી વાતો કરી બદનામ કરવાની પણ પ્રયાસ કર્યો. આરોપી પ્રોફેસર વિધાર્થીનીને અવારનવાર વોટ્સ એપમાં મેસેજ કરી પરેશાન પણ કરતો હોવાનો આરોપ લગાવાયો છે. મોહમ્મદ ઢેરીવાલા ઓડિયોમાં શું કહી રહ્યાં છે. મોહમ્મદ ઢેરીવાલા : મેને કહા તું એકબાર સેટ નિકાલ લે ફીર મેં તેરે કો સેટ કરતા હું. મેં ઉસકો સેટ કર દુંગા બિલકુલ. તુમ ભી અચ્છે સે તૈયારી કરો, તુમે ભી બી.એડ કરના હૈ ઠીક હૈ, ઔર મેં તુમ્હે પુરા હેલ્પ કરુંગા. પુરા હેલ્પ કરુંગા તુમ્હે. પુરા લેશન, પ્લાનિંગ જો ભી બનાના હૈ મુજે સબ આઈડીયા હૈ. મેં સબ આપ કો કરવા દુંગા. મેરે કમરે પર આકર બેઠ જાને કા બિન્દાસ. મેં સબ આપકો સમજા દુંગા. મેરે સબ પહેંચાન મેં ભી હૈ. તો આપ કી ભી અચ્છી લાઈફ બને ઔર હમારા એક અચ્છા ગ્રુપ રહે. ઠીક હૈ ના. મેને ઉસકો કો બોલા તું કહી નહીં જાએગી. તુ રાજસ્થાન નહીં જાએગી. તુ મેરે પાસ રહે, યહી બેઠેગી તુ ઔર યહી જોબ કરેગી. તેરા ફ્યુચર યહી બ્રાઈટ કર, નહીંતર યે ઘરવાલે જીતને હૈ સબ બદમાસ હૈ, સબ ખા જાએંગે. લાઈફ આખી બરબાદ કર દેંગે. ઔર દુસરા યે ડિપાર્ટમેન્ટ વાલે સે ભી દૂર રહે. એસે ચાલુ લોગો સે ભી દૂર રહે. પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ પ્રો મહોમ્મદ અઝહર ઢેરીવાલાનું નિવેદન સામે આવ્યું છે. પ્રોફેસરે કહ્યું કે, મને ફસાવવામાં આવ્યો છે. હું નિર્દોષ છું. આવનાર સમયમાં કાયદાકીય રીતે આનો જવાબ આપીશું. કાયદા પર સંપૂર્ણ ભરોસો છે, અમે લડીશું અને જીતીશું. 22 વર્ષથી બાળકોને ભણાવું છું. મારું કામ બાળકનું ભવિષ્ય બનાવવાનું છે. પ્રોફેસરે વોટ્સએપ ચેટ અને કોલ રેકોર્ડિંગ અંગે બોલવાનું ટાળ્યું. યુનિવર્સિટીને શું ધર્મપરિવર્તનનો અડ્ડો બનાવવાનો છે વડોદરા બજરંગ દળના સહસંયોજક પ્રતાપરાવ મોહિતેએ સમગ્ર ઘટના અંગે કહ્યું કે, પ્રોફેસર મોહંમદને યુનિ.માંથી કાઢી મૂકવામાં આવે. પ્રોફેસર સામે સરકાર કડક પગલાં ભરવામાં આવે. શિક્ષણમંત્રી સમગ્ર મામલે ધ્યાન આપે. યુનિવર્સિટીને શું ધર્મપરિવર્તનનો અડ્ડો બનાવવાનો છે? બજરંગ દળ સમગ્ર ઘટનાનો સખત વિરોધ કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field