(જી.એન.એસ) તા. 19
વડોદરા,
વડોદરા શહેરમાં આવેલા સુરસાગરના પરિસરમાં પશુ અવશેષ મળી આવતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. સુરસાગરની મધ્યમાં ભગવાન સર્વેશ્વર મહાદેવની વિરાટ પ્રતિમા મુકવામાં આવી છે. બપોરના સમયે અહિંયાથી પશુ અવશેષ મળી આવતા હિંદુ સંગઠનો એકત્ર થયા છે અને આ કૃત્ય કરનાર સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુરસાગર વડોદરા શહેરની મધ્યમાં આવેલું છે અને સુરસાગરની મધ્યમાં સુવર્ણ મઢીત સર્વેશ્વર મહાદેવની વિરાટ પ્રતિમા મુકવામાં આવી છે. તાજેતરમાં સુરસાગરનું રીડેવલપમેન્ટ કરીને તેની સુંદરતામાં વધારો થાય તેવું બાંધકામ તેના ફરતે કરવામાં આવ્યું છે. આજે બપોરના સમયે સુરસાગરના પગથિયે પશુ અવશેષ મળી આવતા લોકોમાં રોષ વ્પાપી જવા પામ્યો છે. પશુ અવશેષ મળતા હિંદુ સંગઠન ધીરે ધીરે એકત્ર થઇને આ વાતનો વિરોધ નોંધાવી રહ્યા છે. અને આ મામલે પોલીસ ફરિયાદ હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવી રહ્યા છે.
આ ઘટના બાદ બજરંગ દળના આગેવાનોએ જણાવ્યું હતું કેકેટલાય વખતથી ચાલી રહ્યું છે, પ્રશાસન ઉંઘતું ઝડપાય છે. તાજેતરમાં વાડી વિસ્તારમાં માંસ ફેંકીને શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. દર વખતે આવું થાય જ છે. પ્રશાસન કહે છે કે, શાંતિ બેઠક કરી છે, તો શું આ તેનું પરિણામ છે ! અને જો આ પરિણામ હોય તો શાંતિ બેઠક કરવાનો શું મતલબ છે ! આ લોકો શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ અંગે અમે પોલીસ ફરિયાદ કરવા જઇ રહ્યા છે. આવું કેમ થઇ રહ્યું છે તે નથી સમજાતું. જાગૃત નાગરિક જણાવે છે કે, આવું થવું ન જોઇએ. કારણકે કોઇની આસ્થાને ઠેસ પહોંચે તેવું કામ ન કરવું જોઇએ. પોલીસ કમિશનરને કહેવાનું કે, આ કૃત્ય કરનાર કોઇ પણ હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.