(જી.એન.એસ) તા. 19
વડોદરા,
વડોદરા શહેરમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં નારાયણ સ્કુલમાં અચાનક જ ક્લાસરૂમની દિવાલ ધરાશાયી થઇ ગઇ હતી. આ શાળાની દિવાલ ધરાશાયી થતાં આખા શહેરમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. દિવાલ ધરાશાયી થવાના કારણે 2 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. શાળાને ખાલી કરાવાવમાં આવી હતી. શાળા સંચાલકોએ ફાયરની ટીમને જાણ કરી હતી, ફાયરની ટીમ સ્કૂલ પર પહોંચીને કામ શરૂ કર્યું હતું.
આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શાળામાં મુખ્ય બીમથી ત્રણ ફુટ વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. વધારાના બાંધકામનો ભાગ જ ધરાશાયી થયો હતો. જેને લઇને શાળાનાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ સામે સવાલ ઉભો થયો છે. આ ઉપરાંત શાળાના સંચાલકો દ્વારા નકશા પ્રમાણે જ બાંધકામ કરવામાં આવ્યું છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે. આવનારા સમયમાં તપાસ બાદ આ અંગેનો ખુલાસો કરવામાં આવશે.
આ બનાવમાં પ્રાપ્ત વિગતો અનુસાર બપોરે વડોદરા ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ શાળાની દિવાલ ધરાશાયી થઇ હતી. શાળા શરૂ હતી અને વિદ્યાર્થીઓ ક્લાસમાં હતા ત્યારે જ દિવાલ ધરાશાયી થતાં દોડધામ મચી ગઇ હતી. આટલું જ નહીં દિવાલ ધરાશાયી થતાં 2 વિદ્યાર્થીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને લઇને શાળા સંચાલકોની ગંભીર બેદરકારી જોવા મળી હતી. દિવાલનું બાંધકામ ચેક કરતા બાંધકામ હલકી ગુણવત્તાવાળું જોવા મળ્યું છે. મટીરીયલમાંથી સિમેન્ટ ગાયબ થઇ ગયું હતું જ્યારે ફક્ત રેતી જ જોવા મળી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.