Home ગુજરાત વડોદરાની દેવનગર સોસાયટીના મકાનમાં ધડાકા સાથે ગેસ સિલીન્ડર ફાટ્યો, 1 મહિલાનું મોત

વડોદરાની દેવનગર સોસાયટીના મકાનમાં ધડાકા સાથે ગેસ સિલીન્ડર ફાટ્યો, 1 મહિલાનું મોત

38
0

શહેરના વાસણા રોડ દિવાળીપુરા વિસ્તારમાં સ્વામીનારાયણ મંદિર પાછળ આવેલી દેવ નગર સોસાયટીમાં 106 નંબરના મકાનમાં પ્રચંડ ધડાકા સાથે ગેસ સિલીન્ડર ફાટ્યો હતો. આ ઘટનામાં પરિવાર 3 સભ્યો અને પાડોશમાં રહેતા 2 સભ્યો મળી 5 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં એક મહિલાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. વડોદરા શહેરના વાસણા રોડ દિવાળીપુરા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની પાછળ દેવનગર સોસાયટીમાં મકાન નંબર-106 માં જયેશભાઇ વિજયભાઇ જૈન (ઉં.45) અને તેમનું પરિવાર રહે છે.

સવારે પ્રચંડ ધડાકા સાથે ગેસ સિલીન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનાની જાણ થતાં વડીવાડી ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર ગણપત ઝાલેયા સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. આ મકાનમાં વિસ્ફોટ થતાં જયેશભાઇ વિજયભાઇ જૈન, તેમની માતા શંકુતલાબહેન વિજયભાઇ જૈન (ઉં.85), અને 12 વર્ષના પુત્ર ધૃવેશને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત પાડોશમાં 105 નંબરના મકાનમાં રહેતા અંબાલાલ ચૌહાણ, લીલાબહેન અંબાલાલ ચૌહાણ, દિપકભાઇ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ (ઉં.20)ને ગંભીર ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા.

મળેલી માહીતી પ્રમાણે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા ગંભીર ઇજાગ્રસ્તો પૈકી 106 નંબરમાં રહેતા 85 વર્ષિય શંકુતલાબહેન વિજયભાઇ જૈનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ગોઝારી ઘટનામાં 1 મહિલાનું મોત નીપજતાં વિસ્તારમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. હાલમાં ઇજાગ્રસ્તોને ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. સંભવતઃ મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આ બનાવે વિસ્તારમાં હાહાકાર મચાવી મુક્યો હતો. આ બનાવને પગલે સ્થાનિક કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી ગયા હતા.

દેવનગર સોસાયટીના મકાન નંબર 106 માં એલપીજી ગેસનો બોટલ ફાટતા એટલો પ્રચંડ ધડાકો થયો હતો કે 106 નંબરના મકાનની આજુ-બાજુમાં આવેલા આસપાસમાં તેમજ 106ની આગળ-પાછળ આવેલા 12 જેટલા મકાનોમાં વ્યાપક નુકશાન પહોંચ્યું હતું. આ ઘટનામાં બે ટુવ્હિલરોને પણ નુકશાન થયું હતું. 106 નંબરના મકાનમાં પ્રંચડ ધડાકો થતાં દેવનગર સોસાયટીના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અને રાત્રે ગરબા રમીને આવેલા લોકો પથારીમાંથી ઉઠી ઘરની બહાર દોડી આવ્યા હતા. આ બનાવને પગલે જોત જોતામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

107 નંબરમાં રહેતા રોહિતભાઈ જાદવ દુર્ઘટના સમયે પેપર વિતરક તરીકે ફરજ બજાવતા હોવાથી ઘરની બહાર હતા. તેમના માતા પાર્વતીબેન મકાનના ટોયલેટમાં હતા. સદ્નસીબે રોહિતભાઈ બહાર હોવાથી તેમનો દુર્ઘટનામાં આબાદ બચાવ થયો હતો સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા જયેશભાઈ જૈનનાં બે બહેન પૈકી દક્ષાબેન ગાંધીએ જણાવ્યું હતું કે, મારી માતા શકુંતલાબેન શાંતિથી રહી શકે તે માટે એક મહિના અગાઉ મેં અને મારી બહેને પૈસા કરી અંદાજે 90 હજારમાં ઘર રિનોવેટ કર્યું હતું. પરંતુ આ દુર્ઘટનાથી તેઓ ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયા છે.

બ્લાસ્ટની ઘટનામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર મેસેજ મૂકી મૃતકના પરિજનોને સાંત્વના પાઠવી 2 લાખની સહાયની જાહેરાત કરી હતી. ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ અને સ્થાનિક કાઉન્સિલરોએ 5 પરિવારના મકાનને નુકસાન પહોંચતા 25 હજારની મદદ કરવાનું નક્કી કર્યું છે. ગેસનો બોટલ આવ્યો હતો જે આખી રાત લીકેજ થતા સવારમાં મારી માતાએ સ્વીચ ચાલુ કરતા ધડાકો થતા દાઝી ગયા હતા. ચાલુ બોટલ માં કઈ થયું નથી.

ઘટના સ્થળ પર તપાસ કરતાં ગેસનો બોટલ ફાટ્યો નથી. ગેસ લીકેજ થયો હોય અને તેના કારણે કાર્બન પેદા થતાં વેક્યુમ સર્જાવાથી ધડાકો અને આગ લાગી શકે છે. એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. બોટલ અકબંધ છે. ચાલુ બોટલ પણ રેગ્યુલેટર સાથે ગેસની સગડી સાથે છે કોઈ જગ્યાએથી ગેસ લીકેજ થયો નથી અમે પોલીસને પણ આ બાબતે જાણ કરી છે અને અમારા ઉચ્ચ અધિકારીઓએ પણ તપાસ કરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ ભારતમાં બંધ કરી દેવામાં આવ્યું
Next articleરશિયાના રાષ્ટ્રપતિએ અચાનક ભારતનો ઉલ્લેખ કરીને પશ્ચિમી દેશોને આવું શું કહ્યું?…