(જી.એન.એસ) તા. 5
વડોદરા,
વડોદરામાં એક ખુબજ ચોંકાવનારી ઘટના બની હતી જેમાં, એસએસજી હોસ્પિટલના રેસીડેન્ટ અને તબિબિ વિદ્યાર્થીએ પીજી હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યાની ઘટના સામે આવી છે. અચાનક ગળે ફાંસો ખાધેલી હાલતમાં તબિબિ વિદ્યાર્થીનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે હોસ્પિટલ સત્તાધીશો તથા એસીપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ, બરોડા મેડિકલ કોલેજ સાથે સંલજ્ઞ છે. બરોડા મેડિકલ કોલેજમાં ભણતા તબિબિ વિદ્યાર્થીઓ એસએસજી હોસ્પિટલમાં વિવિધ સેવાઓ આપે છે. આજે એસએસજી હોસ્પિટલમાં એનેસ્થેશિયાની રેસિડેન્ટ ડોક્ટર અને તબિબિ વિદ્યાર્થી સહાયા જેરીન ઝેવિયરે પોતાની હોસ્ટેલના રૂમમાં પંખા પર દોરી બાંધી ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. સહાયા જેરીન ઝેવિયર મુળ તમિલનાડુનો રહેવાસી છે. તે પીજીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. અને આજે સવારે તેણે અગમ્યા કારણોસર પોતાના પીજી હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઇને મોત વ્હાલું કર્યું છે.
હોસ્ટેલના સિક્યોરીટી જવાન રજતભાઇએ જણાવ્યું કે, આ ઇન્ટરની પીજી હોસ્પિલ છે. હું ડ્યુટી પર હતો. સ્ટાફના બે ડોક્ટરો આવ્યા અને કહ્યું કે દરવાજો ખોલવાનો છે. એટલું કહીને તેઓ અંદર આવ્યા. અને તેમણે દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતા દરવાજો ખુલ્યો ન્હતો. જેથી તેમણે દરવાજો તોડી નાંખ્યો હતો. દરવાજો તુટ્યો એટલે હું તુરંત દોડીને આવી પહોંચ્યો હતો. ત્યારે તેઓ ડોક્ટરને નીચે ઉતારીને પ્રાથમિક સારવાર આપી રહ્યા હતા. તે જોયું મેં. પંખા વડે દોરી લખતી હતી. સહાયા જેરીન ઝેવિયરે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યાની વાત વાયુવેગે પ્રસરતા તાત્કાલીક સત્તાધીશો દોડી આવ્યા હતા. સાથે જ એસીપી સહિતના પોલીસ જવાનોનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે સહાયા જેરીન ઝેવિયરે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવવા પાછળનું કોઇ કારણ સામે આવ્યું નથી. પોલીસની ઉંડી તપાસ બાદ મામલો વધુ સ્પષ્ટ થશે તેમ જાણવા મળી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.