(જી.એન.એસ) તા. 16
વડોદરા,
વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થયા પછી અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યાં છે. અત્રે જણાવીએ કે, સ્થાનિક વિદ્યાર્થીઓની 60 ટકા અનામત રદ થઈ ગઈ છે. વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. ત્યારે વડોદરાના સાંસદ હેમાંગ જોશી આ મુદ્દે સક્રિય થયા છે. સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ના રહે તે માટે બે દિવસમાં વાઇસ ચાન્સેલર મુલાકાત કરશે. બાદમાં સમગ્ર સ્થિતી ઉકેલવા માટે જરૂર પડશે તો રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરશે.
રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓનું એક સાથે ઓનલાઈન એડમિશન પ્રક્રિયાથી લઈ તમામ કાયદાથી લઈ નિયમન એક સમાન રહે. જેમાં તમામ યુનિવર્સિટીમાં કોમન અભ્યાસક્રમ તેમજ એક જ સમયે તમામ યુનિવર્સિટીમાં પરીક્ષા લેવામાં આવે અને અભ્યાસક્રમમાં યુજીસીની જોગવાઈ મુજબ 20 ટકા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખી ફેરફાર કરવામાં આવી શકે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.