રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાના 156 કરોડ રૂપિયા મામલે રકઝક
(જી.એન.એસ),તા.૦૭
વડોદરાના સૌથી લાંબા અને હંમેશા વિવાદમાં રહેલા અટલ બ્રિજ મામલે સામાન્ય સભામાં ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. સત્તા પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાના 156 કરોડ રૂપિયા મામલે બોલાચાલી થઈ.સામાન્ય સભામાં પૂર્વ મેયર અને સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ સ્ટીકર લગાવીને અટલ બ્રિજની શોભા બગાડતા તત્વો પગલાં ભરવાની માગ કરી. તે સમયે વિપક્ષના નેતા અમી રાવતે તેમને અધવચ્ચેથી જ બોલતા અટકાવી દીધા અને અટલ બ્રિજના રૂપિયાનો હિસાબ માગ્યો. તેમણે આક્ષેપ કર્યો કે, રાજ્ય સરકારે જાહેરાત કરી હોવા છતાં બ્રિજના 230માંથી લેવાના નીકળતા 156 કરોડ રૂપિયા હજુ સુધી આપ્યા નથી.
તો બીજીતરફ કેયુર રોકડિયાએ દાવો કર્યો કે સ્પેશિયલ ગ્રાન્ટ પેટે રાજ્ય સરકારે 100 કરોડ આપ્યા છે. બીજીતરફ વિપક્ષના નેતા અમી રાવતે આક્ષેપ કર્યો કે- મનપાની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં બ્રિજનું કામ હાથ પર લેવાયું હતું અને ચૂંટણી આવતી હોવાથી રાજ્ય સરકારે બ્રિજ બનાવવા માટે 230 કરોડ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદ ફક્ત 73 કરોડ આપ્યા અને બ્રિજનો ખર્ચ મહાનગરપાલિકા ભોગવશે તેમ કહીને રાજ્ય સરકારે પીછેહટ કરી લીધી હોવાનો અમી રાવતનો આક્ષેપ છે.અમી રાવતે માગ કરી કે રાજ્ય સરકાર વાયદા પ્રમાણે બાકીના રૂપિયા ચૂકવી આપે. જેથી વડોદરાના અન્ય વિકાસકાર્યોમાં તેનો ઉપયોગ થઈ શકે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.