Home ગુજરાત વડોદરાના નાગરવાડામાં રહેતા પૂર્વ કોર્પોરેટર રમેશભાઇ પરમારના પુત્ર કરપીણ હત્યાના આરોપીની ધરપકડ...

વડોદરાના નાગરવાડામાં રહેતા પૂર્વ કોર્પોરેટર રમેશભાઇ પરમારના પુત્ર કરપીણ હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવી

2
0

(જી.એન.એસ) તા.૨૩

વડોદરા,

નાગરવાડામાં રહેતા પૂર્વ કોર્પોરેટર રમેશભાઇ પરમારના પુત્ર તપન પરમારની કરપીણ હત્યા કરવાના ગુનાની તપાસ દરમિયાન પોલસે અત્યારસુધી કુલ ૧૭ સાક્ષીઓના નિવેદનો લીધા છે. જે પૈકી પાંચ નજરે જોનાર સાક્ષીઓ છે. હત્યાની ઘટનાને નજરે જોનાર સાક્ષીઓના કોર્ટ રૃબરૃ નિવેદનો લેવડાવવામાં આવશે. રવિવારની મોડીરાતે  સયાજી હોસ્પિટલની કેન્ટીન પાસે માથાભારે બાબર પઠાણ અને તેના સાગરીતોએ ભાજપના  પૂર્વ કોર્પોરેટર તપન પરમાર હુમલો કર્યો હતો. જેમાં તેનું મોત થયું હતું. રાવપુરા પોલીસે હત્યાની ઘટનામાં તપનના મિત્ર મિતેશ રાજપૂતની ફરિયાદના આધારે ૧૦ હત્યારાઓ સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે કુલ ૯ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે હજી એક આરોપી ફરાર છે. એ.સી.પી. એ.વી. કાટકડે આ ગુનામાં હત્યાના મુખ્ય આરોપીં (૧) બાબર હબીબખાન પઠાણ તથા તેના સાગરીતો (૨) શકીલહુસેન એહમદભાઇ શેખ (૩) એઝાઝહુસેન એહમદભાઇ શેખ તથા (૪) શબનમ વસિમ નૂરમહંમદ મનસૂરી ની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે ઘટના સ્થળનું પંચનામુ કર્યુ હતું. તપાસ અધિકારી એ.વી. કાટકડે કુલ ૧૩ પંચનામા કર્યા છે. હત્યાની ઘટનાને નજરે નિહાળનાર કુલ પાંચ સાક્ષીઓ પોલીસને મળી આવ્યા છે.  પોલીસે તેઓના વિગતવારના નિવેદનો નોંધ્યા છે. આ ઉપરાંત અન્ય ૧૨ સાક્ષીઓના પોલીસે નિવેદન લીધા છે. પોલીસનું કહેવું છે કે, આ ગુનામાં મજબૂત પુરાવા મળી રહે તે માટે હત્યાની ઘટનાને નજરે જોનાર પાંચ સાક્ષીઓના કોર્ટ રૃબરૃ નિવેદન લેવામાં આવશે. જ્યારે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાની કોશિશના ગુનામાં પોલીસે એક સાક્ષીનું કોર્ટ રૃબરૃ નિવેદન લેવડાવ્યું છે. જે સાક્ષી ઘટનાને નજરે જોનાર છે. તપન  પરમારની હત્યામાં પોલીસે બાબર પઠાણ સહિત ચાર આરોપીઓના રિમાન્ડ લીધા હતા. આજે રિમાન્ડ પૂરા થતા પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા  તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આ આરોપીઓની કારેલીબાગના હત્યાની કોશિશના ગુનામાં ધરપકડ કરવાની બાકી હતી. જેથી, કારેલીબાગ પોલીસે બાબર સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે. તેઓની પાસેથી ગુનામાં વપરાયેલા  હથિયારો કબજે કરવાની કવાયત પોલીસે હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરામાં માર્ગ અકસ્માતોમાં ઘાયલ થનારા લોકોની સંખ્યા પાંચ વર્ષમાં બમણી થઈ જેમાં અકસ્માતોમાં ૭૪૮૩ લોકો ઘાયલ થયા
Next articleસુરતમાં યુ.પી.એસ.સી ની પરીક્ષામાં પાસ નહી થતા ડિપ્રેશનમાં આવીને યુવાને આત્મહત્યા કરી