વડોદરા શહેરના દરજીપુરા એરફોર્સ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં છકડા અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 6 લોકોના દબાઈ જવાથી મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે અન્ય 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાના પતરા કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા. સુરતથી અમદાવાદ જતા કન્ટેનરના ચાલકે કારચાલકને બચાવવા જતા સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
જેથી સામે રોંગ સાઇડથી આવી રહેલા 14 મુસાફરો સવાર છકડાને અડફેટે લીધો હતો. જેમાં છકડામાં સવાર 6 લોકોના મોત થયા છે. 4 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ગોઝારી ઘટનાને પગલે એરફોર્સ, પોલીસ અને ફાયર બ્રિગેડ સહિત સ્થાનિક લોકો બચાવ કામગીરી શરૂ કરી હતી.
કન્ટેનર એરફોર્સની દીવાલ તોડીને અંદર ઘૂસી ગયું હતું. કન્ટેનર અને છકડા વચ્ચે અકસ્માત થતાં નેશનલ હાઇવે નં-48 પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને પગલે વાહન ચાલકો અટવાઇ ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.