(જી.એન.એસ)તા.12
વડોદરા,
વડોદરા શહેરના રાવપુરા મેઈન રોડ પર આવેલ એક મેડિકલ સ્ટોરમાં ગઈ મધરાતે ભીષણ આગ લાગતા ફસાયેલી બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. થોડા સમય પહેલા જ રાવપુરા મેઇન રોડ પર ટાવર સામે ચાર દુકાનોમાં આગ લાગતાં ભારે નુકસાન થયું હતું. ઉપરોક્ત બનાવ બાદ ગઈકાલે રાત્રે એકાદ વાગ્યાના અરસામાં અગાઉ આગ લાગી હતી તેની બાજુના મેડિકલ સ્ટોરમાં આગ લાગી હતી. એ રોય એન્ડ કંપનીમાં રાત્રે સાડાબાર વાગ્યા સુધી કામકાજ ચાલુ હતું અને દુકાન બંધ કર્યા બાદ તરત જ આગ લાગી હતી. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાય છે. બિન સત્તાવાર રીતે એમ પણ જાણવા મળ્યું છે કે આ મકાનમાં ઉપર બે વ્યક્તિ રહેતી હતી. પરંતુ આગ લાગ્યા બાદ બંને પાછળના રસ્તેથી નીચે ઉતરી જતા તેમનો બચાવ થયો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.