Home ગુજરાત વડોદરાઃ પારુલ યુનિ.ના પ્રોફેસર કોલેજમાં જોતા હતા પોર્ન, કેવી રીતે પકડાયા? જાણો

વડોદરાઃ પારુલ યુનિ.ના પ્રોફેસર કોલેજમાં જોતા હતા પોર્ન, કેવી રીતે પકડાયા? જાણો

1478
0

(જી.એન.એસ),તા. વડોદરાઃ
વાઘોડિયાના લીમડા ગામ પાસે આવેલી પારુલ યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી છે. બળાત્કાર કેસથી ચર્ચામાં આવેલી પારુલ યુનિ. પ્રોફેસરની એક હરકતને કારણે ફરીથી વિવાદમાં ફસાઇ છે. યુનિ.ના પ્રોફેસર કોલેજમાં પોર્ન વીડિયો જોતા પકડાઇ ગયા છે. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.
પારુલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સ્વર પટેલ નામના પ્રધ્યાપક મિકેનીકલ ડીપાર્ટમેન્ટના વર્કશોપમાં પોતાના મોબાઈલમાં પોર્ન વીડિયો જોઈ રહ્યા હતા. આ અંગે વિદ્યાર્થીઓને જાણ થતાં તેમણે પ્રોફેસરનો વીડિયો ઉતારી લીધો હતો અને આ ક્લિપ પારૂલ યુનિવર્સિટીના સંચાલક દેવાંશુ પટેલને પણ બતાવી હતી. જોકે તેમણે ભણતર પર ધ્યાન આપવાનું કહી ફેઈલ કરી દેવાની ધમકી પણ આપી હતી.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતાં વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવ્યો હોવાની ચર્ચા છે. બીજી તરફ આ વીડિયો સંદર્ભે વડોદરાના યુવા સેના સંગઠન દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરી પારૂલ યુનિવર્સિટીને સરકાર હસ્તક કરવાની માંગ કરી છે. વિદ્યાર્થીઓની રજૂઆત પછી યુનિ.એ ઈન્ટરનલ કમિટી બોલાવી પ્રધ્યાપકને સસ્પેન્ડ કરી દિધા હોવાનું જાણવા મળ્યું છે.
એટલું જ નહીં, વિદ્યાર્થીઓને ધમકી આપવામાં આવી હતી કે, આ વીડિયો જો બહાર વાયરલ થયો તો તમારી ખેર નથી. જોકે આ વીડિયો તે પહેલા જ વાયરલ થઈ ચૂક્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆવતા અઠવાડિયાથી રાજકોટ- મુંબઇ સ્પે. એસ.ટી. બસ દોડશે..
Next articleખાવાના શોખીન ગુજરાતીઓ માટે માંઠા સમાચાર, સરકાર જંકફૂડ ઉપર લગાવશે ફેટ ટેક્સ