(જી.એન.એસ), તા ૬
વડોદરાઃકોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની વડોદરા મુલાકાત પૂર્વે શહેરમાં કેટલાંક સ્થળોએ કોંગ્રેસ આવે છે એવાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. જે પેકી કેટલાંક બેનર્સ ટીખળખોર તત્વોએ ફાડી નાંખતા વિવાદ સર્જાયો છે. આ સંદર્ભે કોંગ્રેસે ભાજપા દ્વારા આ કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે આગામી વિધાનસભા 2017માં ભાજપની હાર નિશ્ચિત છે તેવો વિશ્વાસ પણ કોંગ્રેસના નેતાએ વ્યક્ત કર્યો હતો.
વડોદરા શહેરમાં આજે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી મુલાકાતે આવ્યા હોવાથી તેમના સ્વાગત માટે શહેરનાં વિવિધ માર્ગો ઉપર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. સાથે આગામી વિધાનસભા 2017ને લઈને કોંગ્રેસ દ્વારા ‘કોંગ્રેસ આવે છે’ તેવા સૂત્રો સાથેના બેનર લાગ્યા હતા. જે બેનર્સ કોઈ ટિખળખોર તત્વોએ ફાડી નાંખ્યા હતા. જેના પગલે કોંગ્રેસના આગેવાનો આક્રમક મૂડમાં આવી ગયા હતા. પ્રદેશ પ્રમુખના આગમન પૂર્વે આવા કૃત્ય સામે રોષ ઠાલવી ભાજપ ઉપર આક્ષેપ કર્યો હતો. અને ભાજપાના કાર્યકરો દ્વારા આ હિન કૃત્ય કરવામાં આવ્યું છે તેવો સીધો આક્ષેપ કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.