વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. વડાપ્રધાને એરપોર્ટ પહોંચીને ગુજસેલમાં ૨ કલાકથી વધુ સમય સુધી મીટિંગ કરી હતી. પીએમ મોદી ૨ઃ૫૫ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા અને ૫ઃ૩૫ વાગ્યે એરપોર્ટથી રવાના થયા હતા. વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કે કૈલાસનાથન વચ્ચે ગુજસેલ બિલ્ડિંગમાં ૨ કલાકથી વધુ સમય મીટિંગ ચાલી હતી.
આ પહેલાં પાટીલ-પંચાલ અને ત્યારબાદ હર્ષ સંઘવી રવાના થયા હતા. પોલીસ કમિશનર અને આઈબીના વડા ગુજસેલથી રવાના થયા હતા. તો ડ્ઢય્ઁ સહિત બધા અધિકારીઓ ગુજસેલ બહાર આવી ગયા હતા. કે કૈલાસનાથન પણ બહાર આવ્યા હતા. ગુજસેલના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સીએમ અને પીએમ વચ્ચે જ બેઠક ચાલી હતી. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવનો અનોખો ઉત્સવ યોજાયો.
આ ખાદી ઉત્સવમાં ૭૫૦૦ મહિલા ખાદી કારીગરો એક સાથે ચરખોનું જીવંત નિર્દેશ કર્યું. અમદાવાદ રિવરફ્રન્ટ પર બનાવેલ અટલ બ્રિજનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. સાબરમતી નદી પર હવે અટલ ફૂટ ઓવર બ્રિજ બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.
અત્યારે અહીં અમદાવાદીઓ પિકનિક અને સાઈક્લિંગની સાથે બ્રિજ પરથી સુંદર નજારાઓને જાેઈ શકશે, જેના પર ૪૫ મિનિટ વિતાવવાનું ભાડું સરકારે ૩૦ રૂપિયાનું નક્કી કર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. નોંધનીય છે કે હજુ સરકાર આ મુદ્દે ચર્ચા કરી રહી છે. આ બ્રિજ પર ફરવા માટે ચાર્જ ચૂકવવો પડશે, પરંતુ અહીં ફૂડ સેન્ટર, ખાણી-પીણી સ્ટોલ ઊભાં કરાયાં છે. એટલું જ નહીં, ફૂટઓવર બ્રિજના પશ્ચિમ અને પૂર્વ એન્ડ પર મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.
અહીં ફરવા આવતા લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળશે. ઓવર બ્રિજ પર બે કેફે વચ્ચે કાચનું ફ્લોરિંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં લોકો ફ્લોર પરથી નદી જાેઈ શકશે.ત્યાર બાદ રાત્રિ રોકાણ વડાપ્રધાન મોદી ગાંધીનગર ખાતે રાજભવનમાં કરશે. ત્યારબાદ આવતી કાલે ભુજ ખાતે રવાના થશે.
મોદી કચ્છના પ્રવાસે જશે, જ્યાં તેઓ કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. તેઓ કચ્છ-ભુજ નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલનું લોકાર્પણ કરશે. તેઓ ૧૭૪૫ કરોડના ખર્ચે ૩૭૫ કિમી લાંબી કેનાલનું લોકાર્પણ કરશે, જેને લીધે કેનાલથી ૯૪૮ ગામ અને ૧૦ શહેરને પાણીનો લાભ મળશે.
૨૮ ઓગસ્ટના રોજ તેઓ ગાંધીનગરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મારુતિ સુઝુકી કંપનીના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. તેઓ મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.