Home ગુજરાત વડાપ્રધાન મોદીના માતાએ વર્ષો પહેલા કહ્યું હતું કે નરેન્દ્ર વડાપ્રધાન બનશે

વડાપ્રધાન મોદીના માતાએ વર્ષો પહેલા કહ્યું હતું કે નરેન્દ્ર વડાપ્રધાન બનશે

44
0

(જી.એન.એસ),તા.૧૮
નવીદિલ્હી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે રાજ્યના મુખ્યમંત્રીના પદે બિરાજમાન હતા. ત્યારે પીએમ મોદીની માતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમનો પુત્ર માત્ર વિધાનસભાની ચૂંટણી જીતીને ગુજરાતનો મુખ્યમંત્રી નહીં બને પરંતુ એક દિવસ આ દેશના વડાપ્રધાન પણ બનશે. તેમની આગાહી પછીથી સાચી પડી, જ્યારે નરેન્દ્ર મોદીએ ૨૬ મે ૨૦૧૪ના રોજ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. હીરાબા એ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પોતાના બાળકોને ઉછેર્યા. પીએમ મોદી પણ પોતાની માતાના સંઘર્ષનો ઉલ્લેખ કરવાનું ક્યારેય ભૂલતા નથી. સપ્ટેમ્બર ૨૦૧૫માં જ્યારે પીએમ મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ સાથે ટાઉનહોલ સેશન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ તેમની માતાના સંઘર્ષનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમના પિતાજી હવે આ દુનિયામાં રહ્યા નથી. પરંતુ પોતાના છ બાળકોને ઉછેરવા અને ખવડાવવા માટે મારી માતા અન્યના ઘરમાં વાસણો સાફ કરતી હતી, પાણી ભરવાનું કામ કરતી હતી.કેન્દ્રમાં મોદી સરકારે સમગ્ર વિશ્વમાં આજે ડંકો વગાડી દીધો છે અને ભારતનું નામ ચારેબાજુ ગાજતું કરી મૂક્યું છે. પીએમ મોદી તેમની માતા હીરાબાના ૧૦૦મા જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરના રાયસણ સ્થિત ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. વહેલી સવારે ૬.૩૦ વાગ્યે ઁસ્ મોદી માતા હીરાબાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ઁસ્ મોદી પોતાની માતા માટે ખાસ ભેટ લઈને પહોંચ્યા હતા. તેમણે માતા હીરાબાને લાડુ ખવડાવી જન્મદિવસની શુભકામના પાઠવી હતી. એટલું જ નહીં, પીએમ મોદીએ પોતાની માતાનાં ચરણ ધોઈને આશીર્વાદ લીધા હતા. મોદી પોતાની માતા માટે ખાસ ભેટ તરીકે શાલ લઈને પહોંચ્યા હતા, જે તેમને અર્પણ કરી હતી. માતા હીરાબાનાં ચરણ ધોઈ પીએમ મોદીએ એ પાણીને પોતાના માથે ચડાવ્યું હતું. માતાને ગુલાબનો હાર પણ પહેરાવ્યો હતો. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં સત્તા પર પાછા ફરેલા નરેન્દ્ર મોદીએ ૩૦ મેના રોજ પીએમ તરીકે શપથ લીધા હતા. અમે તમને પીએમ મોદીની માતા હીરાબાનો જૂનો પરંતુ એક દુર્લભ ઇન્ટરવ્યુ બતાવી રહ્યાં છીએ, જેમાં તેઓ વિશ્વાસપૂર્વક કહી રહ્યા છે કે તેમનો પુત્ર એક દિવસ દેશનો પીએમ બનશે. હીરાબેને આ આગાહી કરી હતી ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના પૂર્ણકાલીન મુખ્યમંત્રી પણ બન્યા ન હતા. લગભગ ૨૦ વર્ષ પહેલાં (ડિસેમ્બર ૨૦૦૨), જ્યારે કોઈએ તેના વિશે વિચાર્યું પણ નહીં હોય, ત્યારે ઁસ્ મોદીના માતા હીરાબા એ ભવિષ્યવાણી કરી હતી કે તેમનો પુત્ર દેશનો ‘વડાપ્રધાન’ બનશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅગ્નિપથ યોજના સામે પ્રદર્શનમાં ફસાયેલા બાળકોનો વિડીયો વાયરલ થયો
Next articleસિદ્ધુ મૂસેવાલા હત્યા સમયે સંતોષ જાધવ ગુજરાતમાં જ હતો : ખુલાસો