Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી વડાપ્રધાન મોદીએ RBIને 90 વર્ષ થવા પર મોટી ભેટ આપી

વડાપ્રધાન મોદીએ RBIને 90 વર્ષ થવા પર મોટી ભેટ આપી

59
0
વડાપ્રધાન મોદીએ 90 રૂપિયાનો સિક્કો પ્રથમ વખત જાહેર કર્યો

(જી.એન.એસ),તા.૦૧

નવીદિલ્હી,

બેન્કિંગ રેગ્યુલેટર આરબીઆઈ આજે 90 વર્ષનું થઈ ગયુ છે. રિઝર્વ બેન્કના 90 વર્ષ પુરા થવા પર વડાપ્રધાન મોદીએ 90 રૂપિયાનો સિક્કો પ્રથમ વખત જાહેર કર્યો છે. આ સિક્કાની ખાસિયત એ છે કે તેને શુદ્ધ ચાંદીથી બનાવવામાં આવ્યો છે. ત્યારે તે સિવાય તેમાં 40 ગ્રામ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 90 રૂપિયાના ચાંદીના સિક્કાની એકબાજુ બેન્કનો લોગો છે અને બીજી તરફ મુલ્યવર્ગ 90 રૂપિયા લખ્યું છે. સાથે જ તેની ઉપર હિન્દી અને અંગ્રેજીમાં ભારત અને ભારતીય રિઝર્વ બેન્ક લખ્યુ છે. લોગોની નીચે આરબીઆઈ @ 90 લખ્યું છે. ભારત સરકારની ટંકશાળમાં બનેલા આ 90 રૂપિયાના સિક્કાનું વજન 40 ગ્રામ હશે, જે 99.9 ટકા શુદ્ધ ચાંદીથી બન્યો છે. જણાવી દઈએ કે આ પહેલા પણ 1985માં રિઝર્વ બેન્કની સુવર્ણ જયંતી પર તથા 2010માં રિઝર્વ બેન્કની પ્લેટિનમ જ્યુબલી પર સ્મારક સિક્કા જાહેર થઈ ચૂક્યા છે. આ 90 રૂપિયાનો સિક્કો લોન્ચ થયા બાદ તેને વધારે પ્રિમિયમ પર વેચવામાં આવશે.

રિપોર્ટસ મુજબ આ સિક્કાની આશરે કિંમત 5200થી 5500 રૂપિયાની આસપાસ હોવાની સંભાવના છે. આ સિક્કાને લઈ દેશભરમાં બેન્ક કર્મીઓ સહિત સિક્કાના સંગ્રહકર્તાઓમાં ખુબ જ ઉત્સાહ છે. 19 માર્ચ 2024એ ભારત સરકારના નાણા મંત્રાલયના આર્થિક કાર્ય વિભાગે આ સિક્કાને જાહેર કરવા માટે ગેજેટ નોટિફિકેશન પણ જાહેર કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ આરબીઆઈના 90 વર્ષના કામકાજ વિશે વાત કરતા કહ્યું કે આરબીઆઈની ભૂમિકા દેશની બેન્કિંગ સિસ્ટમને મજબૂત બનાવી રાખવા માટે ખુબ જ મહત્વની અને મોટી રહી છે. આરબીઆઈ જે પણ કાર્ય કરે છે, તેનાથી દેશના સામાન્ય લોકોના નાણાને સીધી અસર થાય છે. RBI એ નીચલા સ્તર પર રહેલા લોકોને નાણાકીય સમાવેશના લાભો પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપપ્પુ યાદવે ફરી એકવાર પૂર્ણિયા લોકસભા સીટને લઈને અવાજ ઉઠાવ્યો
Next articleભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ 74195 પર ટ્રેડ, નિફ્ટી 22500ને પાર