(GNS),03
ખાવા પીવાના શોખીનો માટે દેશની રાજધાની દિલ્હીમાં આજથી વિશ્વનો સૌથી મોટો ફૂડ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. આ ફેસ્ટિવલનું ઉદ્ધટાન વડાપ્રધાન મોદીએ કર્યુ છે. ખાવા-પીવાના શોખીનો આગામી 3 દિવસ સુધી દિલ્હીના ભારત મંડપમમાં અલગ અલગ ચીજવસ્તુઓનો સ્વાદ માણી શકશે. આ ફૂડ ફેસ્ટિવલમાં માત્ર ભારતનું જ નહીં પણ દુનિયાના 80 દેશની સ્વાદિષ્ટ આઈટમનો જમાવડો થશે..
શું કહ્યું વડાપ્રધાન મોદીએ?.. જે જણાવીએ, ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે 21મી સદીમાં સૌથી મોટો પડકાર ફૂડ સિક્યોરિટી પણ છે. છેલ્લા 9 વર્ષમાં આ સેક્ટરમાં 50 હજાર કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે. ત્યારે ભારતમાં 100થી વધારે ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ હબ તૈયાર થયા છે. પહેલા ભારતમાં માત્ર બે મેગા ફૂડ પાર્ક હતા પણ આજે તેની સંખ્યા 20થી વધુ થઈ ગઈ છે. આ ફેસ્ટિવલમાં આ વખતે દેશની તમામ આયુષ સંશોધન સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સ પણ ભાગ લઈ રહ્યા છે..
કેન્દ્રીય આયુષ મંત્રાલય મુજબ આ ફેસ્ટિવલને ખાસ બનાવવા માટે ચેન્નાઈના CCRS દ્વારા પંચમુત્તી ડાલિયા, હિબિસ્કસ જામ, હિબિસ્કસ ઈન્ફ્યુઝન ચા, સફેદ જુવાર બોલ્સ, ઓક ફર્ન સૂપ, ફિંગર મિલેટ બોલ્સ, હલીમ નાચોસ અને ભૃંગરાજ કન્ફેક્શનરી આઈટમ રાખવામાં આવી છે. આ ફૂડ ફેસ્ટિવલમાં 200થી વધારે શેફ ભાગ લીધો છે અને ભારતીય પરંપરા મુજબનું ફૂડ રજૂ કરશે. ફૂડ માટે 6 કાઉન્ટર લગાવવામાં આવ્યા છે, દરેક પ્રકારના ફૂડ માટે ક્યૂઆર કોડ પણ છે. જણાવી દઈએ કે આ ફેસ્ટિવલની શરૂઆત વર્ષ 2017માં થઈ હતી. ત્યારબાદ કોરોના મહામારીના કારણે તેનું આયોજન કરવામાં આવ્યુ નહતું..
કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું?.. જે વિષે જણાવીએ, વડાપ્રધાન મોદીએ વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2023ના ભાગરૂપે ફૂડ સ્ટ્રીટ કાર્યક્રમનું ઉદ્ધાઘન કર્યુ. જેની હેઠળ ભારતના અલગ અલગ અને પરંપરારૂપ ભારતીય વ્યજંનોનું પ્રદર્શન કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને “વિશ્વની ફૂડ બાસ્કેટ” તરીકે દર્શાવવાનો અને 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાનો છે. આ ફેસ્ટિવલમાં 80થી વધારે દેશ1200થી વધારે વિદેશી ખરીદદારો માટે ખરીદનાર-વિક્રેતાની મીટિંગની સુવિધા પણ કરી આપવામાં આવશે. આ આયોજનમાં નેધરલેન્ડ ભાગીદાર દેશની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે જાપાન આ આયોજનનું ફોક્સ દેશ રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.