(જી.એન.એસ,કાર્તિક જાની)તા.૨૧
વ્યસન મુક્તિ અભિયાનનો ઝૂબેશ ચલાવી હીરો બનેલા અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે લોક મુખે ટીકાઓનો વરસાદ થઈ રહયો છે ત્યારે અલ્પેશનો હાથ પકડીને ગયેલા ધવલસિંહ ઝાલા પણ ભાજપમાં જોડાઈ ગયા છે. ધવલસિંહ પોતાની ગેરકાયદેસર સ્કૂલો ચલાવવા તેમજ બંધ થયેલ પેટ્રોલ પમ્પ ચાલુ કરવા કદાચ ભાજપમાં જોડાયા હશે, તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.પરંતુ કોંગ્રેસ દ્વારા આટલું માન સન્માન, હોદ્દાઓ આપવા છતાં પણ કોંગ્રેસ સાથે દગો કર્યો જ્યારે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપના ટોચના નેતા સુધી ટિપ્પણી કરવામાં કોઈ કસર છોડી નથી.આજ અલ્પેશ ઠાકોરે મોદી સુધી કાળા ધોળા બની ગયા એટલી હદ સુધી ટીકા કરી હતી.સવાલ એ છે કે ભાજપના નેતાઓને કેમ એમ ના થયું કે અમારા લોક લાડીલા નરેન્દ્ર મોદી સુધી અલ્પેશે ટીકાઓ કરી છે છતાં પણ અમે તેને ભાજપમાં લઈએ છીએ.એવી તો કઈ મજબૂરી હતી કે અલ્પેશને ભાજપમાં જોડવો જ પડ્યો.? શુ અલ્પેશ વિના ભાજપ અધૂરી હતી.? કે પછી ઓ.બી.સી વોટ બેન્ક મજબૂત કરવા અલ્પેશને ભાજપમા લીધો.? કે પછી ભાજપને ડર હતો કે સરકાર માટે નડતર સાબિત થશે.? સવાલો ઘણા છે પરંતુ એનો જવાબ તો ભાજપ પાસે જ છે.એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે જે લોકોએ અલ્પેશ ઉપર વિશ્વાસ રાખી વોટ આપી વિજય બનાવ્યો તેમની સાથે જ અલ્પેશે દગો કર્યો ત્યારબાદ કોંગ્રેસ દ્વારા માન સન્માન આપવા છતાં પણ કોંગ્રેસ સાથે દગો કર્યો અને આખરે ભાજપનો ખેસ પહેરી લીધો. જે પક્ષની ટિપ્પણી કરતો હતો એજ પક્ષના લોકો રાતો રાત કેમ ગમવા લાગ્યા એવું એમનામાં શુ દેખાયું કે તમે ભાજપમાં જોડાઈ ગયા.? અલ્પેશ ભાઇ તમારી કોઈ મજબૂરી હતી કે તમારે દગાઓ કરી ભાજપમાં જોડાવું પડ્યું.? શુ અલ્પેશ ઠાકોર કોંગ્રેસની જેમ ભાજપને પણ દગો આપશે.? શુ અલ્પેશ ઠાકોર સમાજના કામો કરશે.? શુ અલ્પેશ ઠાકોર મંત્રી બનશે.? શુ અલ્પેશ હજુ પણ દારૂબંધી માટે લડત આપશે.? આ બધા સવાલો અલ્પેશ ભાજપમાં જોડાતા ચર્ચનો વિષય બની ગયો છે પરંતુ આ દરેક સવાલના જવાબ તો આવનાર સમયજ આપશે. અલ્પેશનો હાથ પકડીને ભાજપમાં ગયેલા ધવલસિંહ ઝાલા પણ એવું કહેતા હતા કે હું કોંગ્રેસમાં જ રહીશ કોઈ દિવસ હું ભાજપમાં નહિ જોડાવું.મારુ મકાન તોડી નાખ્યું છતાં પણ હું ભાજપમાં નથી જોડાયો અને હવે હું કોઈ દિવસ નહીં જોડાવું આ શબ્દો ધવલસિંહ તમારા જ છે યાદ છે તમને..? કે પછી ભાજપનો ખેસ પહેર્યો પછી ભૂલી ગયા.? ધવલસિંહ ભાજપમાં જોડાય છે તેનું કારણ પોતાની ગેરકાયદેસર ચાલતી સ્કૂલ તેમજ સીલ થયેલ પેટ્રોલ પમ્પ ખુલી જાય અને જે સ્કૂલ ગેરકાયદેસર ચાલે છે તેની ઉપર કોઈ આફતના આવે એટલે ધવલસિંહ ભાજપમાં જોડાયા છે.તે વાત તો સ્પષ્ટ છે. કેમ કે ધવલસિંહ મંત્રી બનશે તેવી કોઈ અટકળો પણ નોહતી તેમજ કોઈ બીજું પદ મળશે તેવી પણ વાત નોહતી એક કાર્યકર બનીને જો કામ કરવું હોત તો કોંગ્રેસમાં પણ કાર્યકર બનીને કામ કરી શકતા હતા.ધવલસિંહ તમે કદાચ તમારા ગેરકાયદેસર ચાલતા ધંધા કાયદેસર કરી દેશો પરંતુ જે લોકોએ તમને જે વિશ્વાસથી કોંગ્રેસમાં જીત અપાવી ધારાસભ્ય બનાવી વિધાનસભા સુધી પોહચાડયા એમને તમે શુ જવાબ આપશો.? તમારા રાજકીય રોટલા શેકવા તમે ભોળી જનતાને મૂર્ખ બનાવ્યા.લોક મુખે એવી પણ ચર્ચા છે કે અતિ ની ગતિ ના હોય જે રીતે ઉછાળો મારી અને જનતા સાથે દગો કરી ભાજપમાં ગયા છે તે બરાબર નથી કર્યું..અલ્પેશ અને ધવલસિંહે જે રીતે ભોળી જનતા સાથે દગો કર્યો અને ભાજપમાં જોડાયા પરંતુ ફરી દગો કરી પાટલી ના બદલતા કેમ કે હજુ પણ ઘણા લોકોને તમારી આશા હશે કે હવે તમે સમાજ માટે કંઈક કરશો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.