વડનગર તાલુકામાં આવેલા સિપોર ગામે થોડી દિવસ અગાઉ બે પક્ષ વચ્ચે માથાકૂટ થઈ હતી. જે બાદમાં જૂની અદાવત રાખી ગામના ત્રણ શખ્સોએ બિયારણની દુકાને બેસેલા બે કિશોરોને દુકાન માંથી બહાર કાઢી માર માર્યાની ઘટના બની છે. મારામારીની ઘટના કોમ્પલેક્સના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ મામલે વડનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર તાલુકાના સિપોર ગામના બ્રહ્માણી નગર ખાતે રહેતા કિશનસિંહ ડાભીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, તેઓનો ભાણો પ્રતીકજી ચૌહાણ તેમજ ફરિયાદીનો પિતરાઈ ભાઈ દિપકસિંહ ગામમાં આવેલ પોતાની કિસાન એગ્રો દુકાન પર બેઠા હતા.
એ દરમિયાન ગામમાં રહેતા ડાભી પ્રવીણસિંહ સોમાજી, ઠાકોર રમેશજી વરવાજી અને ઠાકોર સુરેશજી ફરિયાદીની દુકાને આવી જૂની અદાવત રાખી ફરિયાદીના ભાણા અને ભાઈને ગાળો બોલી દુકાન બહાર કાઢી મૂક્યા હતા. ગામના જ ત્રણ શખ્સોએ જૂની અદાવત રાખી ગાળો બોલી લાફા મારી લોખંડની પાઇપ ફરિયાદીના ભાઈને મારતા ઘાયલ થયો હતો.
બાદમાં ભાણાને પણ ગડદાપાટુનો માર મારી ઘાયલ કર્યા બાદમાં વધુ હોબાળો થતા આસપાસના લોકોએ વધુ મારથી છોડાવ્યા હતા.ઘટનાની જાણ ફરિયાદીને થતા ફરિયાદી ઘરે આવી ઇજા પામેલા ભાઈ અને ભાણાને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જોકે સમગ્ર ઘટના કોમ્પલેક્ષમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે મામલે વડનગર પોલીસમાં પ્રવીણસિંહ સોમાજી ડાભી,રમેશજી વરવાજી ઠાકોર અને સુરેશજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.