Home મધ્ય ગુજરાત અમદાવાદ વટવા જીઆઈડીસી પોલીસે મોબાઈલ સ્નેચીંગ કરતી ગેંગના પાંચ સભ્યોની કરી ધરપકડ

વટવા જીઆઈડીસી પોલીસે મોબાઈલ સ્નેચીંગ કરતી ગેંગના પાંચ સભ્યોની કરી ધરપકડ

38
0

વટવા જીઆઈડીસી પોલીસે રાહદારીઓ અને વાહનચાલકોના મોબાઈલ ફોન સ્નેચિંગના એક ગુનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી વધુ 19 ગુનાનો ભેદ ઉકેલી મોબાઈલ સ્નેચીંગ કરતી ગેંગના પાંચ સભ્યોનો ધરપકડ કરી 20 ગુનાનો ભેદ ઉકેલી કાઢયો હતો. એસીપી પીજી જાડેજા અને વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ એન ડી નકુમના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ આઈ મકરાણી, સર્વેલન્સ સ્કોડના એએસઆઈ એમ એલ વાઘેલા, રવિકુમાર તથા એચઆરડી સચિનની ટીમે મોબાઈલ સ્નેચીંગ કરતા ઈમ્તિયાઝ ઉર્ફે હલેલો ઉર્ફે હટેલો શેખ( ઉ.32 રહે.સરખેજ) મોહંમદ સમીર ઉર્ફે હવા કા ઝોંકા શેખ ( ઉ.22) તથા શાહીલખાન ઉર્ફે શેરખાન પઠાણ(ઉ.ર0 બંને રહે ગોમતીપુર)ને રાહદારીઓ પાસેથી સ્નેચીંગ કરેલા નવ મોબાઈલ તથા બાઈક સાથે ઝડપી પાડયા હતા.

આરોપીઓની ઝીણવટભરી પુછપરછ કરતા ત્રણેએ કબુલાત કરી હતી કે જાઈદ શેખ તથા વિપિન શર્મા( બંને રહે રખિયાલ) અને તેઓ ત્રણે ભેગા મળી જે મોબાઈલ ફોન ચોરી લાવતા તેમાં વિપિન શર્મા ફોનના લોક તોડી આપતો હતો અન જાઈદ શેખ તેને બજારમાં વેચી દેવાનુ કામ કરતો હતો ત્યારબાદ સૌ સરખાભાગે રૂપિયા વહેચી લેતા હતા.

ત્યારબાદ પોલીસે જાઈદ શેખ અને વિપિન શર્માની પણ ધરપકડ કરી સમગ્ર ગેંગને પકડી પાડી રાહદારીઓ અને વાહનચાલકોના મોબાઈલ ફોન સ્નેચીંગ કરવાન કુલ 20 ગુનાનો ભેદ ઉકેલી કાઢયો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસરદારનગરમાંથી દારૂ બનાવી વેચતી ફેક્ટરી પકડાઈ, રૂ.95 હજારનો મુદ્દામાલ કબજે કર્યો
Next articleસુરતમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના નામે પ્રચાર, દરેક વસ્તુના ભાવ વધારાનો તફાવત દર્શાવાયો