Home દેશ - NATIONAL વચગાળાનું બજેટમાં માલ-પરિવહન પ્રોજેક્ટના વિકાસને લઈને જાહેરાત કરાઈ

વચગાળાનું બજેટમાં માલ-પરિવહન પ્રોજેક્ટના વિકાસને લઈને જાહેરાત કરાઈ

15
0

(જી.એન.એસ),તા.૦૧

ત્રણ રેલ કોરિડોર શરૂ કરવામાં આવશે. પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો થશે. પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ કામ ઝડપી કરવામાં આવશે. માલવાહક પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે. 40 હજાર સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે. એરપોર્ટની સંખ્યામાં વધારો થયો છે. વિમાન કંપનીઓ એક હજાર એરક્રાફ્ટનો ઓર્ડર આપીને વિકાસ કરી રહી છે.  નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, અમે બાયોફ્યુઅલ માટે સ્કીમ લાવ્યા છીએ. જાહેર પરિવહન માટે ઈ-વાહનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેલવે-દરિયાઈ માર્ગને જોડવા પર પણ ભાર મૂકવામાં આવશે.

ત્રણ મુખ્ય કોરિડોરમાં એનર્જી, મિનરલ અને સિમેન્ટ કોરિડોર, પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર અને હાઇ ટ્રાફિક ડેન્સિટી કોરિડોરનો સમાવેશ થાય છે.  સીતારામન કહે છે કે, આ નવા કોરિડોરની ઓળખ પીએમ ગતિ શક્તિ પહેલ હેઠળ કરવામાં આવી છે. આ સિવાય હાઈ ટ્રાફિક ડેન્સિટી કોરિડોર ઝડપી અને સુરક્ષિત રેલ મુસાફરીને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. આ સાથે સરકારે 3 નવા રેલ કોરિડોર બનાવવાની પણ જાહેરાત કરી છે અને માલ ભાડા કોરિડોરનું કામ પણ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં દેશમાં એરપોર્ટની સંખ્યામાં પણ વધારો થયો છે. હાલમાં દેશમાં 149 એરપોર્ટ કાર્યરત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબજેટમાં રેલવે નેટવર્કનું વિસ્તરણ અને મુસાફરોને વધુ સુવિધા મળવા પર મોટી જાહેરાત કરાઈ
Next articleવચગાળાના બજેટમાં એક કરોડ લોકોને મફત વીજળી આપવાની જાહેરાત કરાઈ