(જી.એન.એસ.)કાનપુર,તા.21
ઉત્તરપ્રદેશમાં કાનુપરના કિદવઇ નગરમાં રહેતાં વકીલ શરદકુમાર ત્રિપાઠી (35)એ રજીસ્ટ્રી ઓફિસમાં ઈચ્છા મૃત્યુની વસિયત રજીસ્ટર કરાવી છે. વસિયતમાં વકીલે પોતાના જૂનિયર વકીલ અમિતેશ સિંહને અધિકાર આપ્યો છે કે તેઓ ભવિષ્યમાં કોઈપણ અપ્રિય સ્થિતિમાં તેમના જીવન સાથે સંબંધિત કોઈ ફેંસલો લઈ શકે. ઈચ્છમૃત્યુ પર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પછી આ લિવિંગ વિલ દેશમાં સંભવીત પહેલો નિર્ણય છે.
ઈચ્છામૃત્યુ અંગે સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ શરદકુમાર ત્રિપાઠી પૂરાં દસ્તાવેજો અને જૂનિયર વકીલ અમિતેશ સિંહ સેંગરની સાથે રજીસ્ટ્રી ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં લિવિંગ વિલ વાળી તેમની અરજી જોઈ અધિકારીઓ પરેશાન થઈ ગયા.
આવો કોઈજ વિકલ્પ ન મળ્યાં બાદ તેઓએ લિવિંગ વિલની પહેલાં પાવર ઓફ અર્ટોની જોડ્યું. જે બાદ તે અંગેની રજીસ્ટ્રી થઈ હતી. શરદના પરિવારમાં પત્ની અને બે બાળકો ઉપરાંત વૃદ્ધ માતા-પિતા છે. તેમ છતાં તેને પોતાના જૂનિયરને આ પ્રકારનો કાયદાકીય હક આપ્યો છે. આ સવાલના જવાબમાં શરદે કહ્યું કે, “પરિવારના લોકો સંકટ અને મોહની સ્થિતિમાં સટીફ ફેંસલો લેવામાં અસમર્થ થઈ જાય છે. એવામાં કોઈ સમજદાર વ્યક્તિ જ નિર્ણયક ફેંસલો લઈ શકે છે.”
10 માર્ચે સુપ્રીમ કોર્ટે ઈચ્છામૃત્યુ પર એક મહત્વનો ફેંસલો સંભળાવ્યો હતો. કહ્યું કે કોમામાં જઈ ચુકેલા કે મોતના દ્વારે ઉભેલાં લોકો માટે Passive Euthanasia અને ઈચ્છામૃત્યુ માટે લખવામાં આવેલી વસિયત કાયદાકીય રીતે માન્ય હશે. આ સંબંધે કોર્ટે ડિટેઈલ ગાઈડલાઈન જાહેર કરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.