Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી વકફ સુધારા બિલ પર વિપક્ષે JPCની બેઠકનો બહિષ્કાર કર્યો

વકફ સુધારા બિલ પર વિપક્ષે JPCની બેઠકનો બહિષ્કાર કર્યો

2
0

(જી.એન.એસ) તા.૨૮

નવીદિલ્હી

બુધવારે વિપક્ષના સાંસદોએ વકફ (સુધારા) બિલ પર JPCની આઠમી બેઠકનો બહિષ્કાર કર્યો હતો. સાંસદોએ આક્ષેપ કર્યો હતો કે જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલ 29 નવેમ્બરની સમયમર્યાદા સુધીમાં કાર્યવાહી સમાપ્ત કરવા અને યોગ્ય પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના ડ્રાફ્ટ રિપોર્ટ લોકસભામાં રજૂ કરવા માગે છે.  પાલના આ નિર્ણયનો તમામ વિરોધ પક્ષોએ બહિષ્કાર કર્યો છે. અમારી માગ જેપીસીની સમયમર્યાદા વધારવાની છે. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું- લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સંકેત આપ્યા હતા કે કમિટીને લંબાવી શકાય છે, પરંતુ એવું લાગે છે કે કોઈ ‘મોટા મંત્રી’ જગદંબિકા પાલની કાર્યવાહીનું નિર્દેશન કરી રહ્યા છે. AAP સાંસદ સંજય સિંહે કહ્યું, સ્પીકરે અમને ખાતરી આપી હતી કે તેઓ JPCનો સમય લંબાવશે, પરંતુ હવે તેમણે કહ્યું કે ડ્રાફ્ટ રિપોર્ટ રજૂ કરવા માટે તૈયાર છે. પાલે દિલ્હી સરકાર, જમ્મુ-કાશ્મીર સરકાર, પંજાબ સરકાર, યુપી સરકારની વાત સાંભળી નહીં.  YSRCP સાંસદ વી વિજયસાઈ રેડ્ડીએ કહ્યું- ભાજપ સાથે ગઠબંધનમાં ન હોય તેવા તમામ પક્ષો જેપીસીનું વિસ્તરણ ઈચ્છતા હતા, પરંતુ પાલે તેમનું કામ પૂર્ણ કરવાનું કહ્યું હતું. જેથી 29 નવેમ્બરે લોકસભામાં રિપોર્ટ રજૂ કરી શકાય. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું- આદેશ છે કે રિપોર્ટ 29મી (નવેમ્બર)ના રોજ આપવામાં આવે. અમે તે કેવી રીતે આપી શકીએ, નિયત પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ જે કરવામાં આવ્યું નથી. સૌથી મહત્વની વાત એ છે કે આ સમિતિએ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી નથી. એવા ઘણા હિતધારકો છે જેને અમે અંદર આવવા માંગીએ છીએ. આ સમિતિ શા માટે તમામ હોદ્દેદારોને આવવાની પરવાનગી આપતી નથી?.

વકફ બિલ પર અત્યાર સુધી યોજાયેલી જેપીસીની ૬ બેઠકો વિષે જણાવીએ, જેમાં, પ્રથમ બેઠક – 22 ઓગસ્ટ, બીજી બેઠક – 30 ઓગસ્ટ, ત્રીજી બેઠક – 5 સપ્ટેમ્બર, ચોથી બેઠક – 6 સપ્ટેમ્બર, પાંચમી બેઠક – 14 ઓક્ટોબર, છઠ્ઠી બેઠક – 29 ઑક્ટોબર અને સાતમી બેઠક – 5 નવેમ્બરના રોજ મળી હતી. હવે તમને જણાવીશું કે આ સાત બેઠકોમાં કેવા હંગામા અને બોલાચાલી થઇ, કેવા પ્રકારની લોકોની વિચારણા હતી અને મહત્વનું એ કે કોઈના કોઈ મંતવ્યો પર બંધ બેસતા નહોતા અને દરેકના મંતવ્યો એકબીજાથી મેળ જ નહોતા ખાતા અને હળવગર નો વિચાર વિમર્શ કર્યા પણ કોઈ ફે પડ્યો નહિ આવી બધી સ્થિતિમાં શું થયું બેઠકોમાં તે વિષે તમને માહિતગાર કરીએ.

જેમાં તમને જણાવીએ 22 ઓગસ્ટ, પ્રથમ બેઠકઃ સમિતિના અધ્યક્ષે કહ્યું- દરેકના મંતવ્યો સાંભળવામાં આવશે 31 સભ્યોની JPCની પ્રથમ બેઠક 22 ઓગસ્ટના રોજ મળી હતી. આમાં સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે કહ્યું હતું કે બિલ પર વિચારણા દરમિયાન તમામ 44 સુધારાઓ પર ચર્ચા કરવામાં આવશે. દરેકને સાંભળવામાં આવશે. લઘુમતી બાબતો અને કાયદા મંત્રાલયના અધિકારીએ ડ્રાફ્ટ કાયદામાં થયેલા ફેરફારો અંગે સમિતિને માહિતી આપી હતી.

30 ઓગસ્ટ, બીજી બેઠક: વિપક્ષી સાંસદોએ વોકઆઉટ કર્યું બીજી બેઠકમાં વિપક્ષી સભ્યોએ થોડીવાર માટે સભામાંથી વોકઆઉટ કર્યો હતો. આ બેઠક લગભગ 8 કલાક ચાલી હતી. બેઠકમાં ઓલ ઈન્ડિયા સુન્ની જમીયતુલ ઉલેમા અને ઈન્ડિયન મુસ્લિમ ફોર સિવિલ રાઈટ્સ, રાજસ્થાન મુસ્લિમ વક્ફ, દિલ્હી અને યુપી સુન્ની વક્ફ બોર્ડના મંતવ્યો સાંભળવામાં આવ્યા હતા.

5 સપ્ટેમ્બર, ત્રીજી બેઠક: વિપક્ષે કહ્યું- મંત્રાલયે માહિતી છુપાવી ત્રીજી બેઠકમાં મંત્રાલયોના અધિકારીઓએ વકફ બિલ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ દરમિયાન અધિકારીઓની વિપક્ષી સાંસદો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિપક્ષી સાંસદોએ આક્ષેપ કર્યો હતો કે સરકારી અધિકારીઓ પ્રેઝન્ટેશન દરમિયાન બિલની સંપૂર્ણ માહિતી આપી રહ્યા નથી. સૌથી વધુ વિરોધ AAP સાંસદ સંજય સિંહ અને TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ કર્યો હતો.

6 સપ્ટેમ્બર, ચોથી બેઠક: ASIએ જૂના કાયદા સામે વાંધો ઉઠાવ્યો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની ટીમે પણ બેઠકમાં ભાગ લીધો હતો. ટીમે પ્રેઝન્ટેશન દ્વારા જણાવ્યું હતું કે જૂના સ્મારકોની જાળવણી માટે નવું સુધારા બિલ પણ જરૂરી છે. એએસઆઈએ જૂના વકફ કાયદા પર તેના પાંચ વાંધાઓ પણ નોંધાવ્યા હતા.

14 ઓક્ટોબર, પાંચમી બેઠકઃ ખડગે પર મિલકત હડપ કરવાનો આરોપ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર વકફ સંપત્તિ હડપ કરવાનો આરોપ લાગ્યો હતો. આનાથી નારાજ વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમજ સ્પીકરને પત્ર લખીને સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલના હટાવવાની માંગ કરી હતી. તેમજ સ્પીકરને મળવા માટે સમય માંગ્યો હતો.

29 ઑક્ટોબર: વિપક્ષી સાંસદો અને દિલ્હી વક્ફ બોર્ડ વચ્ચે જોરદાર હંગામો. 29 ઓક્ટોબરે મળેલી બેઠકમાં વિપક્ષી સાંસદો અને દિલ્હી વક્ફ બોર્ડ વચ્ચે ભારે હંગામો થયો હતો. વિપક્ષી સાંસદોએ કહ્યું હતું કે દિલ્હી વક્ફ બોર્ડને દિલ્હી સરકારની મંજૂરી વિના પ્રેઝન્ટેશન આપવાની મંજૂરી આપવી ગેરકાયદેસર છે.

5 નવેમ્બર: દાઉદી બોહરા સમુદાયે જેપીસીને કહ્યું- અમને વક્ફ બોર્ડના દાયરામાંથી બહાર રાખો. 5 નવેમ્બરની બેઠકમાં દાઉદી બોહરા સમુદાયે માગણી કરી હતી કે તેમને વક્ફ બોર્ડના કાર્યક્ષેત્રમાંથી બહાર રાખવા જોઈએ, કારણ કે વક્ફ (સુધારા) બિલ તેમના વિશેષ દરજ્જાને માન્યતા આપતું નથી. દાઉદી બોહરા સમુદાય તરફથી હાજર રહેલા એડવોકેટ હરીશ સાલ્વેએ પેનલને કહ્યું કે તે એક નાનો અને નજીકનો સંપ્રદાય છે.

જેપીસીમાં લોકસભાના અને રાજ્યસભાના સભ્યો વિષે તમને માહિતગાર કરીએ તો, જેપીસીમાં લોકસભામાંથી 21 સભ્યોનો સમાવેશ થાય છે જેમાં, જગદંબિકા પાલ (BJP) 2. નિશિકાંત દુબે (BJP) 3. તેજસ્વી સૂર્યા (BJP) 4. અપરાજિતા સારંગી (BJP) 5. સંજય જયસ્વાલ (BJP) 6. દિલીપ સૈકિયા (BJP) 7. અભિજીત ગંગોપાધ્યાય (BJP) શ્રીમતી ડીકે અરુણા (વાયએસઆરસીપી) 9. ગૌરવ ગોગોઈ (કોંગ્રેસ) 10. ઈમરાન મસૂદ (કોંગ્રેસ) 11. મોહમ્મદ જાવેદ (કોંગ્રેસ) 12. મૌલાના મોહિબુલ્લા (એસપી) 13. કલ્યાણ બેનર્જી (ટીએમસી) 14. એ રાજા (ડીએમકે) 15. એલએસ દેવરાયાલુ (ટીડીપી) 16. દિનેશ્વર કામત (જેડીયુ) 17. અરવિંત સાવંત (શિવસેના, ઉદ્ધવ જૂથ) 18. સુરેશ ગોપીનાથ (NCP, શરદ પવાર) 19. નરેશ ગણપત મ્સ્કે (શિવસેના, શિંદે જૂથ) 20. અરુણ ભારતી (LJP-R) 21. અસદુદ્દીન ઓવૈસી (AIMIM). અને જેપીસીમાં રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ થાય છે જેમાં, બ્રિજ લાલ (ભાજપ) 2. ડૉ. મેધા વિશ્રામ કુલકર્ણી (ભાજપ) 3. ગુલામ અલી (ભાજપ) 4. ડૉ. રાધા મોહન દાસ અગ્રવાલ (ભાજપ) 5. સૈયદ નસીર હુસૈન (કોંગ્રેસ) 6. મોહમ્મદ નદીમ ઉલ હક ( ટીએમસી) 7. વી વિજયસાઈ રેડ્ડી (વાયએસઆરસીપી) 8. એમ મોહમ્મદ અબ્દુલ્લા (ડીએમકે) 9. સંજય સિંહ (આપ) 10. ડૉ. ધર્મસ્થલા વીરેન્દ્ર હેગડે (રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત).

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તરપ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસાના સંદર્ભમાં પોલીસે 100 પથ્થરબાજોના પોસ્ટર જારી કર્યા, પોલીસે 27 બદમાશોની ધરપકડ કરી
Next articleમહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામોને લઈને કોંગ્રેસ અધ્યક્ષે દિલ્હીમાં બેઠક બોલાવી