Home ગુજરાત લો બોલો..ગુજરાતને બદનામ કરવા પાટનગરમાં દારૂની ખાલી બોટલો મુકી ગયા ગેહતોલ…..?

લો બોલો..ગુજરાતને બદનામ કરવા પાટનગરમાં દારૂની ખાલી બોટલો મુકી ગયા ગેહતોલ…..?

419
0

(જી.એન.એસ.કાર્તિક જાની) તા.૧૬/૧૧

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ..! ગુજરાતમાં દારૂબંધી છે પણ તે હકીકતમાં નહીં પરંતુ ફક્ત કાગળો ઉપર રહી ગઈ છે, દારૂબંધી માટે ઘણા આગેવાનોએ મહેનત કરી છે પરંતુ સફળતા મળી નથી,ત્યારે થોડા દિવસો પહેલા દારૂબંધીને લઈને ગુજરાતમાં માહોલ ગરમાયો હતો ત્યારબાદ ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ દ્રાઈવ પણ ચલાવવામાં આવી હતી, ઘણા દારૂના અડ્ડાઓ ઉપર રેડ પણ પાડવામાં આવી હતી મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો પણ હતો પોલીસની કામગીરી ખરેખર બિરદાવા જેવી હતી, પરંતુ જેમ જેમ દિવસ ગયા તમે દારૂબંધી વાળો મુદ્દો લુપ્ત થઈ ગયો હોય એવું લાગી રહયું છે, રાજસ્થાનના સી.એમ.એ જે નિવેદન આપ્યું હતું તેના કારણે ગુજરાતના સી.એમ ભડકી સામે નિવેદન આપ્યું હતું કે રાજસ્થાનના સી.એમ માફી માગે પરંતુ ગુજરાતમાં તો દારૂ મળે જ છે તે વાત ગુજરાતના સી.એમ સારી રીતે જાણે છે, અને ગૃહ મંત્રી પણ જાણે છે હા રાજસ્થાનના સી.એમ એ જે નિવેદન આપ્યું હતું કે ઘરે ઘરે દારૂ પીવાય છે તે વાત તદ્દન ખોટી હતી તેના લીધે જો ગુજરાતના સી.એમ કહ્યું હોય કે માફી માંગે તો બરાબર છે.હા ગુજરાતમાં ઘરે ઘરે નહીં પરંતુ ઘણા અંશે દારૂ પીવાય તો છે જ…! ગુજરાતમાં દારૂ વેચાય પણ છે અને પીવાય પણ છે અને પકડાય પણ છે, ગુજરાતમાં દારૂ પોલીસની રહેમ નજર હેઠળ વેચાય છે તેવા આક્ષેપો ગુજરાત પોલીસ ઉપર  કરવામાં આવતા હોય છે..! પણ ઘણા અંશે આ વાત ખોટી હોઇ શકે, કેમેં કે અંગત સુત્રોથી જાણવા મળ્યું છે કે પોલીસ જો કોઈ બુટલેગરને ત્યાં રેડ કરવા જાય તો બુટલેગરના કનેશન છેક ઉપર સુધી હોય છે અને તેના કારણે પોલીસને ત્યાંથી પીછે હાટ કરવી પડે છે, સાચું શુ છે એ તો પોલીસ અને બુટલેગરને જ ખબર પડે..! પણ હા જો આવું થતું હોય તો પોલીસની રહેમ નજર હેઠળ દારૂ વેચાય છે તે વાત કહેવી પણ યોગ્ય નથી..! જે હોય તે પણ કોઈની તો રહેમ નજર છે તેના કારણે જ ગુજરાતમાં દારૂ વેચાઈ રહયો છે,ગુજરાતમાં દારૂ મળે છે તે વાતથી કોઈ અજાણ નથી,ગાંધીનગર વિધાનસભા અને સચિવલયની સામે જ સેક્ટર 11 રામકથાના મેદાનમાં ખુલ્લે આમ દારૂની મહેફિલ માણીને બોટલો મેદાનમાં ફેંકવામાં આવી છે. આથી એક વાત તો સ્પષ્ટ છે કે ગાંધીના ગુજરાતમાં અને એમાં પણ ગુજરાતના પાટનગરમાં જ દારૂ વેચાઈ રહયો છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે, ગુજરાતમાં દારૂબંધી છે તો ગાંધીનગરના રસ્તાઓ ઉપર દારૂની બોટલો આવી ક્યાંથી..? ગાંધીનગરમાં કોનો દારૂનો અડ્ડો ચાલી રહયો છે..? કોની રહેમ નજર હેઠળ પાટનગરમાં જ દારૂ વેચાઈ રહ્યો છે..

ગુજરાત સરકાર દારૂ બંધ કરાવવામા નિષ્ફળ નીવડી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે..? ગુજરાતમાં લઠ્ઠા કાંડ જેવી ઘટના અગાઉ બની છે અને તેમાં ઘણા નવયુવાનોના મોત દારૂના કારણે નિપજ્યા છે છતાં પણ કેમ સરકાર કોઈ કડક એક્શન લેતી નથી.શુ હજુ ફરી લઠ્ઠા કાંડ થાય અને નવયુવાનોના મોત થાય તેની સરકાર રાહ જોઈ રહી છે..? શુ ગુજરાતમાં દારૂબંધી કરાવવામાં સરકાર સફળ થશે…?

 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોદીના “મંદબુદ્ધિ” મંત્રીઓનો મંદી પર બફાટ….!!, અરે કોઇ તો રોક લો…..
Next articleવાઘાણીના મંત્રી બનવાના અભરખા…..?, અમિત શાહે કહ્યું પહેલા પરિપક્વ થાઓ….!?