Home ગુજરાત લો કોલેજમાં નાપાસ થયેલા વિદ્યાર્થી ફર્સ્ટ ક્લાસ આપી દેવાતા વિવાદ સર્જાયો

લો કોલેજમાં નાપાસ થયેલા વિદ્યાર્થી ફર્સ્ટ ક્લાસ આપી દેવાતા વિવાદ સર્જાયો

2
0

(જી.એન.એસ) તા.૧૧

સુરત,

લો કોલેજમાં લોના જ લીરેલીરા ઉડાડતો બનાવ બન્યો છે. તેમા નાપાસ થયેલા વિદ્યાર્થીને લો કોલેજના સંચાલકોની ભલામણના લીધે ફક્ત પાસ કરી દેવાતા જ નહીં પણ ફર્સ્ટ ક્લાસ આપી દેવાતા વિવાદ સર્જાયો છે. આ જોતાં તો એવું જ લાગે કે લો કોલેજોમાં જ કાયદાનું શાસન નથી. લો કોલેજમાં લોના જ લીરેલીરા ઉડાડતો બનાવ બન્યો છે. તેમા નાપાસ થયેલા વિદ્યાર્થીને લો કોલેજના સંચાલકોની ભલામણના લીધે ફક્ત પાસ કરી દેવાતા જ નહીં પણ ફર્સ્ટ ક્લાસ આપી દેવાતા વિવાદ સર્જાયો છે. આ જોતાં તો એવું જ લાગે કે લો કોલેજોમાં જ કાયદાનું શાસન નથી. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વીર નર્મદ વી.ટી. ચોક્સી લો કોલેજમાં કાયદા ભણાવવાની પરંપરાની મજાક ઉડાવતો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગેરકાયદેસર રીતે રેકોર્ડમાં ફેરફાર કરીને એક વિદ્યાર્થીને ફર્સ્ટ ડિવિઝન સાથે પાસ કરવામાં આવ્યો છે. આ ઘટના માત્ર યુનિવર્સિટીની પરીક્ષા પ્રણાલીની પવિત્રતા પર જ નહીં પરંતુ સમગ્ર શૈક્ષણિક વ્યવસ્થાની નૈતિકતા પર પણ સવાલો ઉભા કરે છે. VNSGUનો નાપાસ થયેલો વિદ્યાર્થી 6 મહિનામાં ફર્સ્ટ ક્લાસ બન્યો, વિવાદ સર્જાયો. નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ફર્સ્ટ ડિવિઝન સાથે પાસ થયા! કાયદા ફેકલ્ટીની છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા એપ્રિલ 2024માં લેવામાં આવી હતી, જેમાં એક વિદ્યાર્થી નાપાસ થયો હતો. રિવેલ્યુએશન અને રિ-વેરિફિકેશનના પરિણામમાં પણ વિદ્યાર્થીનું નામ ન હતું. પરંતુ અચાનક આ વિદ્યાર્થીના માર્કસ સુધરતા તે ફર્સ્ટ ડિવિઝન સાથે પાસ થયો હતો. કોલેજના સંચાલકોએ યુનિવર્સિટીને પત્ર લખીને આ ફેરફારની ભલામણ કરી હતી, જેના કારણે વિદ્યાર્થીના ઇન્ટરનલ વિવા માર્ક્સ ગેરકાયદેસર રીતે વધી ગયા હતા. પરીક્ષા વિભાગે રેકોર્ડની યોગ્ય ચકાસણી કર્યા વિના સુધારેલું પરિણામ જાહેર કર્યું હતું. ગેરકાયદે પોઈન્ટ વધ્યાના પુરાવા વિદ્યાર્થીએ બિઝનેસ એથિક્સ પરની આંતરિક મૌખિક પરીક્ષામાં 20 માંથી 6 ગુણ મેળવ્યા હતા, જ્યારે પાસ થવા માટે 8 ગુણ જરૂરી હતા. સંચાલકોએ આ માર્કસ બદલીને 8 કરી દીધા હતા અને તેને ભૂલ તરીકે યુનિવર્સિટી સમક્ષ રજૂ કર્યા હતા. આ પદ્ધતિ દ્વારા પરિણામમાં ફેરફાર કરીને વિદ્યાર્થીને પ્રથમ વર્ગનો દરજ્જો આપવામાં આવ્યો હતો. શિક્ષણ વ્યવસ્થા પર મોટો પ્રશ્ન આ ઘટના સ્પષ્ટ કરે છે કે લો કોલેજમાં નિયમિત અને ગેરકાયદે માર્કસ વધારવાની ભયંકર સિસ્ટમ કાર્યરત છે. જ્યારે એક વિદ્યાર્થી માટે આવી સિસ્ટમનો દુરુપયોગ કરવામાં આવ્યો હોય, ત્યારે અગાઉના વિદ્યાર્થીઓ માટે પણ ગેરરીતિ આચરવામાં આવી હોવાની સંભાવના છે. વાઇસ ચાન્સેલરે તપાસના આદેશ આપ્યા કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વી.ટી. ચોક્સી લો કોલેજના સંચાલકોએ ઓફિસના રેકોર્ડ સાથે ચેડા કર્યા હોવાનું ધ્યાને આવ્યું છે. કાયદા ફેકલ્ટીની છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવી હતી. કચેરીના રેકોર્ડમાં 6 નંબરને સુધારીને 8 કરવામાં આવ્યો છે. બાદમાં યુનિવર્સિટીને જાણ કરવામાં આવી હતી કે માર્કસ દાખલ કરવામાં ભૂલ થઈ છે. આ કોલેજ સંચાલકની ભૂલ છે. તે પ્રોફેસર સામે કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષા સુધી પ્રોફેસરને દૂર રાખવામાં આવશે. MPEC આ અંગે નિર્ણય લેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field