(જી.એન.એસ)અમરેલી,તા.૦૧
લોકસાહિત્યકાર દેવાયત ખવડ સતત વિવાદોમાં ઘેરાયેલા રહે છે. સતત વિવાદિત નિવેદનો કરતા રહે છે. ત્યારે તેમણે એક ડાયરામાં સરદાર પટેલને લઈને કરેલા નિવેદન વિશે ફરીથી પાટીદાર સમાજની માફી માંગી છે. ગત રોજ સરદાર પટેલની જન્મજંયતી પર દેવાયત ખવડે ફરીથી સરદાર પટેલે પસ્તાવો વ્યક્ત કરીને પાટીદાર સમાજની માફી માંગી છે. અમરેલીના ચમારડીમાં સરદાર જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. ચમારડી ગામ ખાતે આયોજિત સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે વિવિધ જ્ઞાતિના વલ્લભભાઈ નામ ધરાવતા 148 વ્યક્તિઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ હતો.
આ કાર્યક્રમમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ હાજર રહ્યા હતા. સરદાર પટેલની જયંતી હોઈ દેવાયત ખવડે સ્ટેજ પર જાહેરમાં માફી માંગી હતી. દેવાયત ખવડે જાહેરાત કરી કે, હું ગુજરાત અને દુનિયાના દરેક ખૂણે જીવનભર સરદાર પટેલ જ્યંતી નિમિતે પૈસા લીધા વિના ડાયરા કરીશ. દેવાયત ખવડે જાહેરમાં મંચ પરથી કહ્યું કે, આજથી વર્ષો પહેલા મે કરેલી ભૂલ..વાલ્મીકિએ કરેલ ભૂલનું પ્રાયશ્ચિત કર્યું તો વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ બની ગયા. મને એમ લાગ્યું કે, ક્યાંક મારી ભૂલ હશે. મારે ભૂલને સ્વીકારવી પડે. જેમને દેશ માટે બલિદાન આપ્યું અને હું દરેક સમાજ માટે હિન્દુત્વની વાત કરતો હોય તો મારી ભૂલનું પ્રાયશ્ચિત મારે કરવું પડે.
પાટીદાર નવરાત્રીમાં મારા મિત્રોએ મને આમંત્રિત આપ્યું અને મને કીધું ખાલી વિડીયો બનાવો… પણ મે કીધું એમ વિડીયો નહીં, ભૂલ જાહેરમાં કરી છે તો ખવડ એની માફી જાહેરમાં માંગે. દિલથી કહું છું, કોઈ આવેશમાં આવી ને નથી બોલતો. આજે એક પ્રતિજ્ઞા લઈને જાઉ છું કે, ભારત વર્ષમાં ગુજરાતના કોઈપણ ખૂણામાં, ભારતવર્ષના કોઈપણ ખૂણામાં કે આઉટ ઓફ કન્ટ્રીમાં જ્યાં જ્યાં સરદાર વલ્લભભાઈની જન્મજયંતી ઉજવાતી હશે અને મને આમંત્રણ હશે ત્યાં એક પણ રૂપિયો પ્રોગ્રામનો લઉંને તો મને ત્યાંની માટી ખપે. એમને વંદન કરવા માટે હું આવીશ. હું ત્યાં ડાયરો કરવા આવીશ અને વલ્લભભાઈની વાતો હકથી અને વટથી કરીશ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.