(જી.એન.એસ),તા.૦૭
ગાંધીનગર,
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સમગ્ર જિલ્લા તંત્ર સજ્જ થઇ રહ્યું છે. આજરોજ આદર્શ આચારસંહિતાની અમલવારી અંગેના તાલીમ વર્ગનું આયોજન કલેકટર કચેરીના સમિતિ ખંડમાં કરવામાં આવ્યું હતું.
આ તાલીમ વર્ગમાં આદર્શ આચારસંહિતાની અમલવારી, દેખરેખ, વિડિયોગ્રાફી તથા તેને આનુષગિક કામગીરી માટે જેમની નોડલ અધિકારી અને મદદનીશ નોડલ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે, મોડેલ કોડ ઓફ કન્ડકટ – MCC ગાઇડલાઇનથી માહિતગાર કરવા સારું આ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ વર્ગમાં આદર્શ આચારસંહિતા દરમ્યાન શું શું તકેદારી રાખવી અને નોડલ અને મદદનીશ નોડલ અધિકારીને મુઝંવતા વિવિધ પ્રશ્નો પર ચર્ચા- વિર્મશ જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ દરેક પ્રશ્નનો સંતોષકારક અને સરળ ઉકેલ ચીફ નોડલ અધિકારી ( આચારસંહિતા) વ- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જિજ્ઞાસાબેન વેગડા દ્વારા આપવામાં આવ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.