Home ગુજરાત ગાંધીનગર લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત : મતદાન અંગેની જાગૃત્તિ અર્થે ગાંધીનગર...

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત : મતદાન અંગેની જાગૃત્તિ અર્થે ગાંધીનગર જિલ્લાની ૧ હજાર જેટલી શાળાઓના બાળકો દ્વારા જાહેર સ્થળો, ગ્રામ પંચાયત અને સરકારી કચેરી ખાતે રંગોળી દ્વારા પ્રેરક સંદેશો અપાયો

31
0

રાજયના મુખ્ય નિર્વાચન અધિકારીએ બાળકોની મતદાન જાગૃત્તિ અર્થે બાળકોએ દોરેલી રંગોળીનું નિરીક્ષણ કરી બાળકોની પ્રશંસા કરી

વોટ ફોર બેટર ઇન્ડિયાને સાર્થક કરવા ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃત્તિ અંગેના અનેક કાર્યક્રમનું આયોજન

(જી.એન.એસ),તા.૦૪

ગાંધીનગર,

મતદાન જાગૃત્તિ અર્થે અનેક કાર્યક્રમનું આયોજન સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીસિપેશન પ્રોગ્રોમ – સ્વીપ અંતર્ગત ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત ગાંધીનગર શહેરના વિવિધ સ્થળો ખાતે મતદાન જાગૃત્તિ અર્થે શાળાના બાળકો દ્વારા રંગોળી પુરવામાં આવી હતી. જિલ્લાની એક હજાર જેટલી શાળાઓના બાળકો દ્વારા જાહેર સ્થળો, ગ્રામ પંચાયત અને સરકારી કચેરી ખાતે રંગોળી પુરીને મતદાન જાગૃત્તિનો સંદેશ આપવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ સમગ્ર દેશમાં યોજાનાર છે. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવે છે. લોકશાહીના જતન માટે મતદાનના દિવસે વઘુમાં વઘુ મતદાન થાય તેવા આશયથી સ્વીપ અંતર્ગત મતદાન જાગૃત્તિ અર્થે અનેક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જે મતદાન બુથોમાં ૫૦ ટકાથી ઓછું થાય છે, તેવા મથકોમાં વઘુ મતદાન થાય અને લોકો વઘુમાં વધુ મતદાન કરે તેવા ઉમદા હેતુથી અનેક મતદાન જાગૃત્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યા છે. 

ગાંધીનગર જિલ્લાના સ્વીપના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણાઘિકારી શ્રી ર્ડા.બી.એન.પ્રજાપતિએ જણાવ્યું છે કે, ગાંધીનર સંસદીય મત વિસ્તારમાં લોકસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત મતદાન જાગૃત્તિના અનેક કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યા છે. આજે ગાંધીનગર શહેર સહિત જિલ્લાની ૧ હજાર જેટલી શાળાના વિધાર્થીઓ દ્વારા રંગોળી પુરીને મતદાન જાગૃત્તિનો સંદેશ મતદારોને આપવામાં આવ્યો હતો. તેમના મતની કિંમત શું છે, તેનાથી માહિતગાર કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વોટ ફોર બેટર ઇન્ડિયાની થીમ પર ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરીના પ્રવેશ દ્વાર ઉપર  જે.એમ. ચૌઘરી કન્યા વિઘાલયની દીકરીઓ, રાજય ચૂંટણી પંચની કચેરી, સચિવાલય ખાતે સરદાર પટેલ હાઇસ્કુલ સેકટર- ૭ની વિધાર્થીનીઓ, સહયોગ સંકુલ ખાતે આર.જી. કન્યા વિધાલયની દીકરીઓ અને સેકટર- ૨૧ની  માઉન્ટ કાર્મેલ સ્કુલ દ્વારા  રંગોળી પુરવામાં આવી હતી. તેની સાથે કલોલ, દહેગામ, માણસા અને ગાંધીનગર તાલુકા કક્ષાએ પણ મતદાન જાગૃત્તિ અર્થે રંગોળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગોળી કાર્યક્રમમાં જિલ્લાની ૧૦૦૦ જેટલી શાળાઓના વિધાર્થીઓ દ્વારા તાલુકા કક્ષાએ જાહેર સ્થળો અને ગ્રામ્ય કક્ષાએ જાહેર સ્થળો અને ગ્રામ પંચાયત ખાતે રંગોળી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ અગાઉ પણ જિલ્લાની વિવિધ શાળાના વિધાર્થીઓએ મતદાન જાગૃત્તિ માટે રેલી દ્વારા સંદેશો પાઠવ્યો હતો. 

આ અવસરે રાજય ચૂંટણી પંચની કચેરી ખાતે બાળકો દ્વારા પુરવામાં આવેલી રંગોળીને રાજય ચૂંટણી પંચના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી પી. ભારતીએ મુલાકાત લઇને બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળીનું નિરીક્ષણ કર્યું હતું. તેમને સુંદર રંગોળીની પ્રસંશા કરી હતી. ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લાના નાગરિકોને વઘુમાં વઘુ મતદાન કરીને તંદુરસ્ત લોકશાહીનું જતન કરવાની અપીલ કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડૉ મનસુખ માંડવિયાએ AIIMSમાં આયુષ-ICMR એડવાન્સ્ડ સેન્ટર ફોર ઈન્ટિગ્રેટેડ હેલ્થ રિસર્ચની શરૂઆત કરી
Next articleફલેમ ઓફ ફોરેસ્ટ  – સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા.૧૦મી માર્ચથી શરૂ થશે કેશુડા ટ્રેઇલ