Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી લોકસભા ચૂંટણી 2024 દરમિયાન આયકર વિભાગે 1100 કરોડની રોકડ,ઝવેરાત જપ્ત કરી

લોકસભા ચૂંટણી 2024 દરમિયાન આયકર વિભાગે 1100 કરોડની રોકડ,ઝવેરાત જપ્ત કરી

30
0

(જી.એન.એસ) તા. 31

નવી દિલ્હી,

લોકસભા ચૂંટણી માટે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન આજે એટલે કે 1 જૂન યોજાય છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા હતા કે, લોકસભા ચૂંટણી 2024 દરમિયાન આયકર વિભાગ દ્વારા 1000 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને ઝવેરાત જપ્ત કર્યા છે. મળતી માહિતી મુજબ આ આંકડો હજુ પણ વધી શકે છે. સૂત્રોના હવાલાથી આ માહિતી આપવામાં આવી છે.

આ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વર્તમાન લોકસભા ચૂંટણી દરમિયાન આયકર વિભાગે દેશભરમાં અલગ-અલગ જગ્યાએથી 1100 કરોડ રૂપિયાની રોકડ અને ઘરેણાં જપ્ત કર્યા છે. હજુ ઓપરેશન ચાલુ હોવાથી આ આંકડો હજુ વધી શકે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં 390 કરોડ રૂપિયાની રોકડ અને ઝવેરાત જપ્ત કરવામાં આવ્યા હતા. આ લોકસભા ચૂંટણીમાં ગેરકાયદે રોકડ અને ઘરેણાં જપ્ત કરવાના કેસમાં 182 ટકાનો વધારો થયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જપ્તીના મોટાભાગના કેસ દિલ્હી અને કર્ણાટકમાંથી આવ્યા છે. દરેક રાજ્યમાં 200 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. તે જ સમયે, તમિલનાડુ બીજા સ્થાને છે, જ્યાં 150 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશામાં 100 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને ઝવેરાત સામૂહિક રીતે જપ્ત કરવામાં આવ્યા છે.

જો કે લોકસભા ચુંટણીના મતદાનની શરૂઆતથી જ કેન્દ્રીય એજન્સીઓને એલર્ટ મોડ પર રાખવામાં આવી હતી. એજન્સીઓ રોકડ, દારૂ, ફ્રીબીઝ, ડ્રગ્સ, જ્વેલરી અને અન્ય વસ્તુઓના ગેરઉપયોગ પર નજર રાખી રહી છે. દરેક રાજ્યએ રોકડની ગેરકાયદે હેરફેરને રોકવા માટે 24×7 કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. તે જ સમયે, 16 મેથી, તમામ રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો પર MCC (આચાર સંહિતા) લાગુ કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ: આરએમસીના 4 અધિકારીઓના 12 જુન સુધી રિમાન્ડ મંજૂર
Next articleજળશક્તિ મંત્રાલયે માસ કોમ્યુનિકેશન ઇન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત કરી