Home અન્ય રાજ્ય લોકસભા ચૂંટણી 2024: છઠ્ઠા તબક્કામાં 58.05% થી વધુનું મતદાન થયું

લોકસભા ચૂંટણી 2024: છઠ્ઠા તબક્કામાં 58.05% થી વધુનું મતદાન થયું

33
0

(જી.એન.એસ) તા. 25

નવી દિલ્હી,

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે શનિવારે મતદાન યોજાયું હતું. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. આ તબક્કામાં છ રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. દિલ્હીની 7, ઉત્તર પ્રદેશની 14, બિહારની 8, પશ્ચિમ બંગાળની 8, હરિયાણાની 10, ઝારખંડની 4, ઓડિશાની 6 અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન યોજાયું હતું.

છઠ્ઠા તબક્કામાં 5.84 કરોડ પુરૂષો અને 5.29 કરોડ મહિલાઓ સહિત 11.13 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. છઠ્ઠા તબક્કામાં ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓનું ભવિષ્ય દાવ પર છે. 58 બેઠકોમાંથી 15 જેટલા દિગ્ગજોનું ભાવિ નક્કી થશે. જેમાં 3 પૂર્વ મુખ્યમંત્રી અને ત્રણ કેન્દ્રીય મંત્રીઓનો પણ સમાવેશ થાય છે.

(નીચે જણાવેલ આંકળા આ સમાચાર લખાય છે ત્યાં સુધીના છે)

સાંજે 5 વાગ્યા સુધી મતદાનની ટકાવારી – 57.7

બિહાર: 52.24%

હરિયાણા: 55.93%

જમ્મુ કાશ્મીર: 51.35%

ઝારખંડ: 61.41%

દિલ્હી: 53.73%

ઓડિશા: 59.60%

યુપી: 52.02%

પશ્ચિમ બંગાળ: 77.99%

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પરિવાર સહિત દિલ્હીમાં મતદાન કર્યુ હતું.

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ દિલ્હીમાં મતદાન કર્યું હતું.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ તેમની પત્ની સાથે મતદાન મથકે પહોંચી દિલ્હીમાં મતદાન કર્યુ હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ્ઠા તબક્કા માટે મતદારોને મત આપવાની અપીલ કરી છે. દરેક મતની કિંમત હોવાનું તેમણે જણાવ્યું હતું. લોકતંત્ર ત્યારે જ જીવંત હોય છે જ્યારે પ્રજા દેશના વિકાસમાં ભાગીદારી નોંધાવે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ડૉ. હર્ષ વર્ધને પરિવાર સાથે દિલ્હીમાં મતદાન કર્યું છે. તેમણે જણાવ્યું કે, 2024માં વડાપ્રધાન મોદી જ ફરીથી પીએમ બનશે.

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે દિલ્હીમાં મતદાન કર્યુ હતું.

રોહતક લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર દિપિન્દર સિંહ હુડાએ સાંઘીમાં મતદાન કર્યુ છે. તેમની સામે ભાજપના સાંસદ અરવિંદ શર્મા ઊભા છે.

કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ દિલ્હીમાં મતદાન કર્યુ હતું.

પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિરોધ પક્ષ અને ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ  નંદીગ્રામમાં મતદાન કર્યુ હતું.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિવાર સાથે મતદાન કર્યું હતું.

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્ક્સવાદ)ના નેતા વૃંદા કરાતેએ દિલ્હીમાં મત આપ્યો હતો.

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પ્રયાગરાજમાં મતદાન કર્યું હતું.

ચૂંટણી કમિશ્નર સુખબિર સિંઘ સંધુ અને ગ્યાનેશ કુમારે દિલ્હી ખાતે મતદાન કર્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે મતદાન કરી પહેલા મતદાનનો દિવસ યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, પથમ વખત મતદાન કરવા હું મારા પિતા સાથે ગયો હતો. આજે મારા પિતા 95 વર્ષના છે અને મારી સાથે મતદાન કરવા આવ્યા છે. હું ગર્વ અને ખુશીની લાગણી અનુભવી રહ્યો છું.

પૂર્વ કુસ્તીબાજ અને ભાજપ નેતા બબિતા ફોગટે મતદાન કરી લોકોને મત આપવા અપીલ કરી.

ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવે ચંદીગઢમાં મતદાન કર્યુ છે. તેમણે સાચા ઉમેદવારને પસંદ કરવાની અપીલ કરી હતી.

ભાજપના પૂર્વ દિલ્હી સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે દિલ્હીમાં મતદાન કર્યુ હતું.

ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ અને ભાજપના ઉમેદવાર મનોજ તિવારીએ મતદાન દરમિયાન કહ્યું કે, કોંગ્રેસ દ્વારા પસંદ કરાયેલ ઉમેદવાર (કન્હૈયા કુમાર) દેશની સેનાનો દુરુપયોગ કરી રહ્યો છે. મને લાગે છે કે પરંપરાગત મતદારો મતદાન કરશે નહીં. તેમના માટે તેઓ વોટ કરશે પરંતુ તેમને વોટ નહીં આપે, આપણે દેશના વિકાસ માટે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપવાનો છે.

રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મતદારોને એકતા, ન્યાય, મહત્વના મુદ્દાઓ પર વોટ આપવાની અપીલ કરી હતી.

કોંગ્રેસ જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીમાં મતદાન કર્યુ હતું.

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મતદાન કરી નાગરિકોને મતદાન કરવા અપીલ કરી છે.  તેમણે વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં બીજેડી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આપના નેતા અને સાંસદ સ્વાતિ માલીવાલે દિલ્હીમાં મતદાન કર્યું છે. તેમણે કહ્યું કે, લોકતંત્ર માટે આ ખૂબ જ મોટો દિવસ છે. હું દરેકને મત આપવા અપીલ કરવા માંગુ છું, ખાસ કરીને મહિલાઓને બહાર આવીને પોતાનો મત આપવો જોઈએ. ભારતમાં અને ખાસ કરીને રાજકારણમાં મહિલાઓની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

રાજધાની દિલ્હીમાં આપના નેતા આતિશીએ લોકોને ઘરની બહાર નીકળી મતદાન કરવાની અપીલ કરી હતી.

ઓડિશામાં લોકસભા બેઠકનાં ભાજપ ઉમેદવાર સંબિત પાત્રાએ મતદાન પૂર્વે પુરીમાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા છે. મતદારોને મત આપવાની અપીલ કરી હતી. પુરી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાએ જણાવ્યું કે ઈવીએમ કામ કરી રહ્યું નથી. હું રિટર્નિંગ ઓફિસર સાથે વાત કરીશ અને સમય મર્યાદા વધારવાની માગ કરીશ.

જમ્મુ-કાશ્મીર ભાજપ પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ રાજૌરીમાં મતદાન કર્યુ હતું અને લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી.

દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ મતદાન કર્યુ અને જણાવ્યું કે લોકશાહીમાં ભાગીદારી નોંધાવીને તેઓ ખુશ છે. લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં બધી 7 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જેજેપી નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ હરયાણા ખાતે મતદાન કરી મતદારોને મત આપવાની અપીલ કરી હતી.

દિલ્હીના મંત્રી કૈલાશ ગેહલોતે પોતાનો મત આપ્યો અને કહ્યુ- ‘400 પાર ક્યાંય દેખવા નથી મળી રહ્યુ. દરેક તબક્કાના મતદાન સાથે ભાજપની બેઠકો ઘટી રહી છે કારણ કે સમગ્ર ચૂંટણી પ્રચારમાં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દા પર કોઈ ચર્ચા થઈ નથી. મને વિશ્વાસ છે કે લોકો પરિવર્તન માટે મત આપી રહ્યા છે.

હરિયાણાનાં પૂર્વ મુખ્યમંત્રી અને કરનાલ બેઠકના ભાજપ ઉમેદવાર મનોહરલાલ ખટ્ટરે મતદાન કર્યા બાદ કહ્યું હતું કે, “અમારી પાસે હાલમાં 303 બેઠકો છે. જો બેઠકો 10% વધે તો અમારી પાસે 330 બેઠકો હશે, જો અમે 15% વધીશું, તો અમારી પાસે 345 બેઠકો હશે. અમારી પાસે 37 સાથી પક્ષો છે, જો તેમાંથી અડધાને 2-3 મળી જાય. બેઠકો, તો અમારી પાસે 400 બેઠકો હશે.

પશ્ચિમ બંગાળના ઝારગ્રામના ભાજપના ઉમેદવારના કાફલા પર ગઢબેટામાં પ્રણંત ટુડુ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થર વાગતાં તેનો સુરક્ષાકર્મી ઘાયલ થયો હતો. મતદારોને ડરાવવાની ફરિયાદ મળતાં ટુડુ ગરબેટામાં એક બૂથની મુલાકાતે ગયા હતા. એ ભાજપના ઉમેદવારની કારમાં પણ તોડફોડ કરવામાં આવી. ભાજપે ટીએમસી પર હુમલાનો આરોપ લગાવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોમેડિયન ભારતી સિંહે પરિવાર સહિત કર્યા માં અંબાના દર્શન, કરાવી બાળકની મુંડન વિધિ
Next articleપશ્ચિમ બંગાળમાં છઠ્ઠા તબક્કાના મતદાનના થોડા કલાકો પહેલા બે પક્ષો વચ્ચે હિંસા, પૂર્વ મિદનાપુરમાં એક ટીએમસી કાર્યકરની હત્યા