Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હશે : I.N.D.I.A ગઠબંધન બેઠકમાં નિર્ણય લેવાયો

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હશે : I.N.D.I.A ગઠબંધન બેઠકમાં નિર્ણય લેવાયો

31
0

(જી.એન.એસ),તા.૨૬

નવીદિલ્હી,

લોકસભા ચૂંટણી 2024ના પરિણામ બાદ સરકારની રચના થઈ ગઈ છે. ત્યારબાદથી સતત તે વાત પર ચર્ચા કરવામાં આવી રહી હતી કે ગૃહમાં વિપક્ષ નેતા કોણ હશે? હવે આ ચર્ચા પર વિરામ લાગી ગયો છે. ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા સીટથી સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી હવે લોકસભામાં વિપક્ષના નેતા હશે. આ વાતની જાહેરાત કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવી છે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા હશે. આ નિર્ણય કોંગ્રેસની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ બાબતે કોંગ્રેસ સંસદીય દળના ચેરપર્સન સોનિયા ગાંધીએ પ્રોટેમ સ્પીકરને પત્ર લખ્યો અને જણાવ્યું કે લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી હશે. વેણુગોપાલે કહ્યું- અસ્થાયી અધ્યક્ષ ભર્તૃહરિ મહતાબને પત્ર લખી રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા નિયુક્ત કરવાના નિર્ણયની જાણકારી આપવામાં આવી છે. તેમણે કહ્યું- અન્યા પદાધિકારીઓનો નિર્ણય બાદમાં લેવામાં આવશે. જાણકારી અનુસાર મંગળવારે રાત્રે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના આવાસ પર ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્પીકરની ચૂંટણી અને નેતા વિપક્ષને લઈને ચર્ચા થઈ હતી. નેતા વિપક્ષ માટે રાહુલ ગાંધીના નામ પર સહમતિ બની છે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે જાણકારી આપતા કહ્યું કે રાહુલ ગાંધીને વિપક્ષ નેતા પસંદ કરવામાં આવ્યા છે અને તે માટે પ્રોટેમ સ્પીકરને પત્ર લખવામાં આવ્યો છે. 9 જૂને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) એ રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા નિમણૂંક કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો.  વર્કિંગ સમિતિની બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને આ વિશે વિચારવા સમય જોઈએ. હવે રાહુલ ગાંધી આ જવાબદારી સંભાળવા માટે તૈયાર થઈ ગયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભચાઉના ધોળાવિરા વિસ્તારમાં 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
Next articleકેન્દ્રીય સરકાર જાહેર ક્ષેત્રની બેંકો માટે અગત્યનો નિર્ણય લઈ શકે!